ઝાલોદ તાલુકાના સારમારીયા ગામે તળાવમાં ડુબી જતા પાંચ લોકોના મોત. તળાવમાં માછીમારી કરવા ગયેલી ચાર મહિલા સહિત એક પુરુષનું ડુબી જવાના કારણે મોત. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતકોની બોડીને પી.એમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી, મૃતકના પરિવારજનો શોકમાં ગરકાવ. કુલ 2 પરિવારોના મળી 5 લોકોના મોત થયા છે. જેમાં વસૈયા પરિવારના ત્રણ અને બારીયા પરિવારના બે લોકોના મોત થયા છે. મરનારમાં બે મહિલાઓ, એક યુવક અને માતા, પુત્રી આમ પાંચ લોકોના મોત થયા છે. કુલ 6 લોકો માછી મારવા ગયા હતા જેમાંથી 5ના મોત થાય છે અને એકનો આબાદ બચાવ થયો છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરીવળ્યું છે.
🅱️reaking : ઝાલોદ તાલુકાના સારમારીયાની કરુણ ઘટના તળાવમાં ડૂબી જતાં 5ના મોત એકનો આબાદ બચાવ
RELATED ARTICLES