દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદની ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં આજેે તા.૧૪/૦૬/૨૦૨૦ ને રવિવારના રોજ વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દાહોદ ઝાયડ્સ સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડીંગના ઓડિટોરિયમ ખાતે એક પ્રેસ વાર્તા પણ યોજાઈ હતી.
આ કાર્યક્રમમાં દાહોદ સિવિલ ઝાયડ્સના Chief ઓપરેટિંગ Officer સંજયકુમાર, Dean જેરામ પરમાર, CDHO ડૉ. આર.ડી. પહાડીયા, Medical Superintendent ડૉ.ભરત હઠીલા, ડૉ. પ્રકાશ પટેલ તેમજ અન્ય ડોકટર્સ, સંત નિરાંકારી ના ગુરુજી તથા મીડિયાના મિત્રો અને રક્તદાન કરવા માટે આવેલ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દાહોદના યુવા ડોનર ભૌતિક પટેલનું ૨૧ વર્ષની વયે ૦૬ વાર બ્લડ ડોનેટ કરવા બદલ અભિનંદન પાઠવી આભાર વ્યકત કર્યો હતો. વિશ્વ રક્ત દાન દિવસના ઉપલક્ષમાં દાહોદમાં 50 યુનિટ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે વક્તાઓએ પોતાની રીતે બ્લડ ડોનેશન કરવાના ફાયદા શુ છે તે જણાવ્યું હતું. અને ત્યાર બાદ નવા વરાયેલ C.O.O. સંજયકુમાર દ્વારા વિગતવાર માહિતી આપી ડોનેશનની પ્રક્રિયા શરૂ કરી હતી.
Virsion > > Dean > > ડો.જેરામ પરમાર > > આજે એક સારો દિવસ છે કે સમગ્ર વિશ્વમાં રક્તદાન દિવસ તરિકે ઉજવાય છે. હવેેેથી આપણી બ્લડ બેંક માં કોઈપણ ગ્રુપનું બ્લડ મળતું થઈ જશે. અને કોણ પણ ગર્ભવતી મહિલનું બ્લડ ન મળવાના કારણે હવે મૃત્યુ નહીં થાય. તે પણ એક સારી વાત છે. Virsion > > Chief Operating Officer > > ડો. સંજયકુમાર > > ઝાયડ્સ હોસ્પિટલમાં આવતા વર્ષે 750 બેડની વ્યવસ્થા હશે. 10 ઓપરેશન થિયેટર હશે. અલગ થી 30 બેડની કેજયુલિટી વોર્ડની વ્યવસ્થા કરવામાં આવશે.અને અલગ થી સેન્ટ્રલ લેબ બનાવવામાં આવેલ છે જેમાં માઇક્રો બાયોલોજી માટે અલગ, ક્લિનિકલી પેથોલીજી લેબ અને ક્લિનિકલ બાય પ્રૉસ્ટ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે અને ત્રણે ડિપાર્ટમેન્ટના હેડ આવીને અમારી મેડિકલ કોલેજ, હોસ્પિટલ અને ત્યાં જે ફેસીલીટીની જરૂર હોય તે પુરી પાડવામાં આવે છે. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જે નવી દિલ્હીમાં છે અમે તેના નોમ્સ પ્રમાણે તેના રૂલ્સ અમે ફોલો કરી રહ્યા છે. અને તેના પ્રમાણે જ જે ફેસિલિટી મળે છે તે અમે એડવાન્સમાં કરીને જ હોસ્પિટલ અને કોલેજમાં કરી રહ્યા છે હવે મેડિકલ કોલેજ પૂરું સેટ અપ થઈ ગયું છે અને તેનો શ્રેય દરેક ડિપાર્ટમેન્ટના સર અને ડીન જેરામ પરમાર સર લોકોને જાય છે. વાત કરીએ ઝાયડસ હોસ્પિટલની, તો આ હોસ્પિટલને અમે ફેઝ વાઈસ ચાલુ કરી રહ્યા છે. વધુમાં તેમને કહ્યું હતું કે આજે વિશ્વ રક્તદાન દિવસના નિમિત્તે રક્તદાન એ મહાદાન છે. માટે સૌએ રક્તદાન કરવું. તેમને રક્તદાન વિશે આગળ કહેતા ઉમેર્યું કે અમે નવી ફેસિલિટી ચાલુ કરેલ છે. FDA ના નોમ્સ પ્રમાણે જ બનાવેલ છે. આમાં ખાસ વાત એ છે કે એક યુનિટ રક્ત જે આપણે ડોનેટ કરીએ છીએ તેમાં કમ્પોનેન્ટ ફેસિલિટી હોય છે તે કમ્પોનેન્ટ તેને અલગ અલગ કરી રેડ બ્લડ સેલ, પ્લાઝમા, FFT અને અલગ અલગ ચીજ હોય છે. માટે જ એક યુનિટ બ્લડ ડોનેટ કરવાથી 4 થી 5 લોકોના જીવ બચાવી શકાય છે. માટે જ બ્લડ ડોનેટ કરવું જોઈએ.
આ પ્રસંગે સૌ રક્તદાતાઓનું સર્ટિફિકેટ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.