THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયામાં આજે તા.૨૭/૦૬/૨૦૨૦ ને શનિવારના રોજ વધુ ૦૨ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર સહીત વહીવટી તંત્રમાં હલચલ મચી જવા પામી છે. આરોગ્ય વિભાગ દ્વારા ગત રોજ કુલ ૯૦ ના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા તેના આજે તા.૨૭/૦૬/૨૦૨૦ ને શનિવારને રોજ બધાના સેમ્પલ આવ્યા જેમાં ૮૮ વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને ૦૨ વ્યક્તિઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના મુખ્ય મથક દેવગઢ બારીયાના સ્ટેશન શેરી ખાતે રહેતા પતિ પત્નીમાં નાથાણી દક્ષાબેન મિતેશભાઈ ઉ.વ. – ૩૫ વર્ષ અને તેમના પતિ નાથાણી મિતેશભાઈ ઉ.વ. – 40 વર્ષના કે જેઓ તા.૦૭/૦૬/૨૦૨૦ ના રોજ અમદાવાદથી દેવગઢ બારીયા મુકામે આવ્યા હતા. સૂત્રો દ્વારા જાણકારી મળ્યા મુજબ નાથાણી દક્ષાબેન મિતેશભાઈ દેવગઢ બારીયા નગર પાલિકા ના ઉપપ્રમુખ છે.
આ બંને પતિ પત્ની માં કોરોના પોઝીટીવના લક્ષણો દેખાતા આરોગ્ય વિભાગના કર્મચારી દ્વારા તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. અને તેઓનો રિપોર્ટ આજ રોજ આવતા તે કોરોના પોઝીટીવ જાહેર થતા સમગ્ર સ્ટેશન શેરી વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરતા સમગ્ર વિસ્તારને સેનેટાઇઝ કરવામાં આવ્યો. અને પતરા થી સીલ કરવાની ગતિવિધિ શરૂ કરી દેવામાં આવી હતી. અને ત્યારબાદ પતિ અને પત્ની કોના કોના સંપર્કમાં આવ્યા છે તેની તપાસમાંં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમ લાગી ગઈ. અને તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરાન્ટાઈન કરવાનું વહીવટી તંત્ર અને આરોગ્યની ટીમ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે.
THIS NEWS POWERED BY –– PHONE WALE
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયામાં પતિ-પત્ની બંનેને કોરોના પોઝીટીવ આવતા કુલ કોરોના પોઝીટીવની સંખ્યા ૫૨ (બાવન) થઈ છે. જેમાંથી કુલ ૪૨ લોકો સાજા થઈ ઘરે પરત ગયેલ છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧૦ થઈ ગઈ છે.