
દાહોદ જિલ્લામાં આજે તા.૧૮/૦૬/૨૦૨૦ ને ગુુરૂવારના રોજ કોરોના પોઝીટીવનો ૦૧ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર સહીત વહીવટી તંત્રમાં ખળભળાટ મચતા દોડધામ મચી જવા પામી છે.
આરોગ્ય વિભાગ દ્વારા ગત રોજ કુલ ૧૯૭ ના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા તેના આજે તા.૧૮/૦૬/૨૦૨૦ ને ગુરુવારના રોજ પ્રથમ ૯૮ લોકોના સેમ્પલ આવ્યા તેમાં દરેકના રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્યની તે હાશકારો અનુભવ્યો હતો, પરંતુ સાંજના ૦૭:૦૦ વાગ્યાની આસપાસ બીજા ૯૯ લોકોના સેમ્પલના રિપોર્ટ આવતા ૯૮ લોકોના સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા અને ૦૧ વ્યક્તિ કે જે લીમખેડા તાલુકાના દુધિયા ગામમાં શાકભાજીનો વેપાર કરતા અને મૂળ પીપળી ગામના નિલેશ ઈશ્વરભાઈ મુનિયા ઉ.વ. – ૩૩ વર્ષને કોરોના પોઝીટીવ આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. આ કોરોના પોઝીટીવ વ્યક્તિ બે દિવસ પહેલા પોતાના ભાઈના ઓપરેશન માટે અમદાવાદ ગયો હતો. ત્યાર બાદ પોતાના ગામમાં આવી ત્યાંથી ઝાયડ્સ મેડિકલ અને હોસ્પિટલ દાહોદ ખાતે રિપોર્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો હતો. જેને તાત્કાલિક ઝાયડ્સ મેડિકલ અને હોસ્પિટલ ખાતે તાત્કાલિક ખસેડવામાં આવ્યો હતો. અને તે કોના કોના સંપર્કમાં આવ્યો છે તેની તપાસમાં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમ જોતરાઈ ગઈ છે. અને તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરાન્ટાઈન કરવામાં આવ્યા છે.
દાહોદમાં અત્યાર સુધીમાં આજના ૦૧ કોરોના પોઝીટીવ સાથે કુલ ૪૭ કેસ નોંધાઈ ચૂક્યાં છે જેમાંથી કુલ ૪૩ લોકો સાજા થઈ ઘરે પરત ગયેલ છે જેથી કુલ એક્ટિવ કેસની સંખ્યા ૦૪ થઈ ગઈ છે