દાહોદ જિલ્લામાં આજે તા.૧૭/૦૬/૨૦૨૦ ને બુધવારના રોજ કોરોના પોઝીટીવના ૦૧ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર સહીત વહીવટી તંત્રમાં ચિંતાનો વિષય બનવા પામ્યો છે. આરોગ્ય વિભાગની ડો.પહડિયા સાહેેેબના માર્ગદર્શન હેઠળ એક બાજુ કોરોના પોઝીટીવ સારા થઈ ઘરે જઈ રહ્યા છે. તો બીજી બાજુ કોરોના સંક્રમિત લોકોનો આંકડો જેેવો ઘટીને કોરોના મુક્ત તરફ દાહોદ જિલ્લો આગળ વધે છે ત્યાંજ ફરીથી કોરોના પોઝીટીવ આવતા તંત્ર દોડતું થઈ જાય છે.
ગત રોજ આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૧૦૩ સેમ્પલોને ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા તેમાંથી આજ રોજ ૧૦૨ વ્યક્તિઓના ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા અને ૦૧ વ્યક્તિનો ટેસ્ટ પોઝીટીવ આવતા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું હતું. કોરોના પોઝીટીવ આવેલ વ્યક્તિ જયદીપ દિનેશભાઇ પ્રજાપતિ – ઉ.વ.- ૨૩ વર્ષ રહે. કદવાળ, તા. ઝાલોદ. કે જે અમદાવાદ થી તા.૧૩/૦૬/૨૦૨૦ ના રોજ કદવાળ આવેલ જેમની ટ્રાવેલ હિસ્ટ્રી અને કોન્ટેકટ ટ્રેસિંગનું કાર્ય વહીવટી અને આરોગ્ય વિભાગ દ્વારા તપાસવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
હાલ દાહોદમાં અત્યાર સુધીમાં કોરોના પોઝીટીવના કુલ ૪૬ કેસ નોંધાઈ ચૂક્યાં છે જેમાંથી આજે સવારમાં ૦૨ કોરોના પોઝીટીવ સાજા થતા તેમને રજા અપાઈ હતી તેથી કુલ ૪૩ લોકો સાજા થઈ ઘરે પરત ગયેલ છે અને આજના આ ૦૧ કોરોના પોઝીટીવ કેસ સાથે કુલ એક્ટિવ કેસની સંખ્યા ૦૩ થઈ ગઈ છે.