THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ LCB તેમજ આર.આર.સેલ દ્વારા આંતરરાજ્ય ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સના કૌભાંડનો કરવામાં આવ્યો પર્દાફાશ. પોલીસે એક ઈસમને 33 ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સો સાથે ઝડપી પાડ્યો. સુખસર ગામમાંથી ઇસમને ઝડપી પાડી 33 લાયસન્સો કબજે કરતી પોલીસ. આ સમગ્ર કૌભાંડમાં ઉત્તરપ્રદેશનો ઈસમ પણ સામેલ હોવાનું બહાર આવ્યું. હાલ પોલીસે એક આરોપીની ધરપકડ કરી અન્ય બે ઈસમોની તપાસ હાથ ધરી છે.
દાહોદના પકડાયેલ મીનેશ ચારેલની સઘન પૂછપરછ કરી આંતરાજ્ય ડુપ્લીકેટ લાઈસન્સ અને આધાર કાર્ડ બનાવીને મોટો વેપલો કરવાનું નેટવર્ક ઉત્તરપ્રદેશમાં ક્યાંથી ? કેવી રીતે ?અને કોણ આ નેટવર્ક ચલાવે છે ? તેની તપાસ હાથધરી. આ તમામ કૌભાંડના માસ્ટરમાઇન્ડને પકડી પાડવા પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી.