🅱reaking Dahod : દાહોદ ગોદી રોડ ઉપર રહેતા રહીશ વીરલ શેઠ હત્યા મામલામાં દાહોદ કોર્ટે સરકારી વકીલની દલીલ અને પુરાવા રાખ્યા ગ્રાહ્ય અને આરોપી દિલીપને માન્યો ગુનેગાર અને આ ગુનામાં દિલીપ દેવળને અંતિમ શ્વાસ સુધીના કારાવાસની થઈ સજા. જ્યારે વીરલ શેઠની પત્ની અને દિલિપ દેવળ ના અન્ય એક સાગરીતને કોર્ટે પુરાવાના અભાવે કર્યા મુક્ત, જજે ખુલ્લી કોર્ટમાં અંતિમ શ્વાસ સુધીની કારાવાસની સજા સંભળાવતા કોર્ટમાં સન્નાટો છવાઈ ગયો હતો. જ્યારે આ મામલે મૃતક વિરલના પિતાએ પોતાના પુત્રની આત્માને શાંતિ મળશે અને તેને ન્યાય મળ્યો તેથી ન્યાય પાલિકા ઉપર વિશ્વાસ વધ્યો હતો. આ આરોપીને કોર્ટમાંથી સીધા જેલ ભેગા કરી દેવાયો હતો. દાહોદ જિલ્લામાં ગુનેગારો માટે એક સૂચક હુકમ છે. અને ભવિષ્યમાં આવા ગુનેગારો આવી હત્યા કરી અને હીંચકારું કૃત્ય કરતા વિચાર કરે તેવી સજા દાહોદ કોર્ટે સંભળાવી હતી.
HomeDahod - દાહોદ🅱reaking : દાહોદના ચકચારી વિરલ હત્યા કેશમાં આરોપીને અંતિમ શ્વાસ સુધીની કારાવાસની...