THIS NEWS POWERED BY : RAHUL HONDA MOTORS
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનની હદમાં 9 વર્ષ પહેલાં એક ટ્રકની થઇ હતી લૂંટ. 2009માં ગોધરા થી મોડાસા જતી ટ્રકને લૂંટી એક આખો દિવસ ફેરવીને તેમાંથી 13000 કિલો કાજુ કિંમત ₹.39 લાખ, 2000 કીલો કાપડ કિંમત ₹. 1 લાખ 20 હજાર અને ₹.17,000/- રોકડા તથા ટ્રકની કિંમત ₹.7 લાખ મળી કુલ ₹. 47 લાખની લૂંટ કરી લૂંટારું ફરાર હતો.
આ મામલે ટ્રક દેવગઢ બારીયાના માંડવ ગામે મૂકી ગયેલ. દેવગઢ બારીયા પોલીસે 395 મુજબ લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરેલ. આ ગુનાની તપાસ CID ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવેલ હતી. અને આરોપીનું નામ સમિમખા ઉર્ફે છોટુ કાદરખા હિંગોળજા આ તપાસ દરમિયાન બહાર આવ્યું હતું. અને તે રાજસ્થાનના ફ્લસુડની પ્રાથમિક શાળા પાસે પોખરણ જિલ્લા જેલસલમેરનો રહેવાસી હોવાનું ખુલ્યું હતું.
આ મામલે દાહોદ પોલીસને આ સમીમખા પોખરણ કોઈ ગુનામાં સંડોવાયેલ છે અને તે જેલમાં છે જેમાંથી છૂટવાનો છે. આ બાતમી મળતા દાહોદ દેવગઢ બારીયા PSI બી.જી.રાવલે દાહોદ SP હિતેશ જોઇસર અને Dy.SP કાનન દેસાઈની પાસેથી જરૂરી સૂચના મેળવી રાજસ્થાન પહોંચ્યા હતા અને ત્યાં તેમને ખબર પડેલ કે સમીમખા જેલમાંથી છૂટી ગયેલ છે. તેમ છતાં PSI બી.જી.રાવલ તથા એક ASI, 2 પોલીસ કોન્સ્ટેબલે ત્યાં રોકાઈ ત્રણ ચાર દિવસમાં તેને શોધી કાઢી ઝડપી પાડ્યો હતો અને 9 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝબ્બે કરી દાહોદના દેવગઢ બારીયા પોલીસે ગુનેગારને અટક કરી જેલ ભેગો કર્યો હતો. આમ દેવગઢ બારીયા પોલીસે 9 વર્ષ જૂની લૂંટનો ભેદ ઉકેલી ગુનેગાર ઝાડપી પાડ્યો હતો. આ ગુનેગારની વધુ પૂછપરછ હજી દેવગઢ બારીયા પોલીસ કરી રહી છે. જેમો વધુ ગુનાઓની હકીકત બહાર આવે તેવી શકયતા છે.