દાહોદ જિલ્લાના લીમખેડા પોલીસને બાતમી મળેલ કે એક સ્કોર્પિયો ગાડીમાં દારૂ ભરાઈને આવે છે. જે ગાડીનો નંબર GJ-11 S-7888 અને તે ગોધરા તરફ જઈ રહી છે. આ બાબતે લીમખેડા પોલીસને જાણ થતાં Dy.SP ડૉ. કાનન દેસાઈ એ પોતાના સ્ટાફને એલર્ટ કરી દેતા લીમખેડા P.I. એલ.કે.પટનીએ પોતાના સ્ટાફના ASI લક્ષમણસિંહ, રવીન્દ્રસિંહ અને મનહરભાઈ ની સાથે વટેડા હાઈવે ઉપર વોચ ગોઠવી અને નાકાબંદી કરી હતી. તે દરમિયાન એક સફેદ રંગ સ્કોર્પિયો આવતા સ્ટાફ એલર્ટ થયો અને તેને રોકવાની કોશિશ કરતા ચાલકે ડિવાઈડરને કૂદાવી અને ગાડી વળાવવાની કોશિશ કરતા એક અન્ય ઈસમ ચાલુ ગાડીમાંથી કૂદી નાસી ગયો હતો. જ્યારે ચાલક લીમખેડા પોલીસને હાથે ઝડપાઇ ગયો હતો. આ મામલે પોલીસ સ્ટેશન લઇ જઇ પૂછપરછ કરતા પકડાયેલ ઇસમે કબલ્યુ કે તે પોતે પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે અમરેલીમાં ફરજ બજાવે છે અને તેનું નામ નિલેશ વખતસિંહ પટેલ હોવાનું જણાવ્યું અને પોતે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નવાગામનો હોવાનું જણાવ્યું હતું. જ્યારે અન્ય ભાગી છૂટવામાં સફળ રહેલ શખ્સ પણ પંચમહાલના ગોધરા તાલુકાના ઠાનાગર્જનનો સંજય સનતસિંહ બારીયા છે અને પોલીસે તેને પણ પકડી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. તેમજ ચાલક પોલીસ કોન્સ્ટેબલ પાસેથી ₹.૧.૫૦ નો વિદેશ દારૂ અને સ્કોર્પિયો ગાડી તથા મોબાઈલ મળી ₹.૩.૦૦ લાખ આમ કુલ ₹.૪.૫૦ લાખનો મુદ્દામાલ કબ્જે લઇ અને કોન્સ્ટેબલના રિમાન્ડ માંગતા લીમખેડા પોલીસને પાંચ દિવસના રિમાન્ડ મળતા તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.
HomeDahod - દાહોદ🅱reaking : દાહોદના લીમખેડામાં અમરેલીના પોલીસ કોન્સ્ટેબલને લીમખેડા પોલીસે ₹.૧.૫૦ લાખના દારૂ...