THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાં આજે વહેલી પરોઢિયે ૦૫:૦૦ કલાકે કોઈ ડાઉન ટ્રેન નીચે દાહોદના ઘોડાડુંગરીના યુવકે ટ્રેન નીચે પડતું મૂકી કરી આત્મહત્યા. જ્યારે અન્ય એક 30 વર્ષીય યુવકએ પણ સવારે દેહરાદૂન ડાઉન લાઇન પર ૦૯:૩૦ કલાકે કરી આત્મહત્યા.
આ બંને ની આત્મહત્યા કરવા પાછળનું કારણ અકબંધ. રેલ્વે પોલીસે દાહોદના ઘોડા ડુંગરીના યુવકની ઓળખ ચંદુભાઈ ગરાસિયા તરીકે કરી હતી. અને તેની લાશ ને પી.એમ કરી પરિવારને સોંપવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી.
જ્યારે અન્ય યુવકની લાશ બિન વારસી હોઈ તેનું પી.એમ કરી લાશ વડોદરા કોલ્ડ સ્ટોરેજમાં મોકલી આપવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ 30 વર્ષીય યુવક મધ્યપ્રદેશના થાંદલા રોડનો રહેવાસી. દાહોદમાં આ ચાર દિવસમાં પાંચમો આત્મહત્યાનો બનાવ બનવા પામ્યો છે.