દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકના નાના સરણાયા ગામની ઘટના. ફતેપુરના નાના સરણાયા ગામે કુવામાંથી મળી ત્રણ લાશ.
ડામોર વેલજી નામના વ્યક્તિના ખેતરના કુવામાંથી મળી ત્રણ લાશ. આ કુવામાંથી મળેલ મૃતકમાં એક બાળકી 5 વર્ષ, બીજી 3 મહિનાના બાળકની અને ત્રીજી લાશ એક 32 વર્ષીય મહિલાની.
કૂવામાંથી ત્રણ લાશ મળતા પોલીસને કરાઈ જાણ. પોલીસે ઘટના સ્થળે પહોંચી ત્રણેય મૃતકની લાશ પોસ્ટમોર્ટમ માટે ફતેપુરા મોકલી આપવામાં આવી.
મૃત્યુનું કરણ હજી સુધી બહાર નથી આવ્યું. પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.