દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના ગોદી રોડ પર આવેલ ઝૂલેલાલ સોસાયટીની બાજુમાંથી મોડી રાત્રે ચોરી કરવા આવેલ ચોરને લોકોએ પકડી લીધો. ચોરને પકડી લોકોએ હાથ પગ બાંધી દીધા. હાથ પગ બાંધી લોકોએ આપ્યો મેથીપાક. લોકોએ સવાર સુધી બાંધી રાખ્યો અને માર માર્યો. તે ચોર દારૂ પીધેલી હાલતમાં પકડાયો હતો અને તેની સાથે વાળા બધા જ ભાગી છૂટ્યા હતા.
આ ચોરે મધ્ય પ્રદેશના ઝાબૂઆ જિલ્લાના પીથમપુરનું હોવાનું કબુલ્યું હતું. સ્થળ પર લોકોને કહ્યુ કે મને મારો પણ પોલીસ ના બોલાવશો મને છોડી મુકો હું તમને મારા અન્ય સાગરીતને બોલાવી ભીડું કરાવી દઈશ. ભીડું કરાવીને હું 5 થી 10 લાખ રૂપિયા આપી દઉં મને છોડી મુકો
લોકોએ તેને બરાબરનો મેથીપાક આપી અને કર્યો પોલીસના હવાલે. પોલીસના હવાલે કર્યા બાદ પોલીસે પૂછપરછ આદરી તેની પાસેથી તેના સાગરીતો બાબતે સમગ્ર માહિતી લીધી અને ત્યાર બાદ દાહોદ ટાઉન P. I. કે.જી.પટેલે આગળની કાર્યવાહી અને ઇન્કવાયરીમાં ગોઠવાઈ ગયા. કે તેના સાથીદારો કેટલા અને ક્યાંથી આવ્યા હતા તેની પૂછપરછ ચાલુ છે. આ બધા ચોર બોલેરો ભરી આખી ગેંગ આવી હોવાની લોકોમાં ચર્ચા. પહેલા બીજી સોસાયટીમાં ઘુસ્યા હતા ત્યાં કાઈ પણ તેના મળતા અહીં આવ્યા હતા.