THIS NEWS SPONSORED BY : RAHUL HONDA
- પડાવમાં વનખંડી હનુમાનજી મંદિર જવાના રસ્તે કોઈ આ નવજાત શિશુ કપડામાં લપેટીને ફેંકી ગયું
દાહોદ પોલીસની PCR વાન દ્વારા આ શિશુને દાહોદ સિવિલ લઇ જવાયું. નવજાત શિશુ બાળકી હોવાનું જાણવા મળ્યું છે. આ નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યું છે. માનવતાને લજ્જાવે તેવું કૃત્ય આચરવામાં આવ્યું છે. ડોકટરના જણાવ્યા મુજબ શરીર ઉપર કૂતરાના કારડવાના નિશાન છે અને કૂતરાએ આ નવજાત શિશુને ફાફેડી ખાધું હતું. અને સિવિલમાં ડોકટરે તેને મૃત જાહેર કર્યું છે. પોલીસે નવજાત શિશુ કોણ આ રીતે નાખી ગયું તેની તપાસ હાથ ધરી છે. આજુબાજુના વિસ્તારના લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.
ખરેખર આવા ગુનેગાર માબાપને શોધી અને દંડ કરી અને સજા કરવી જરૂરી છે. તો જ સમાજ કોઈક બોધ લેશે. બાકી કોઈ ફરક પડે તેવું લાગતું નથી. આ નવજાત બાળકીનું શવ હૃદય દ્રવી ઉઠે તેવી હાલતમાં હતું.