
- એકતા પદયાત્રા માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ દેશના વિવિધ લોકોની સંકલ્પશક્તિ, ભાઈચારો અને સૌહાર્દનું પ્રતિક છે. – મંત્રી રમેશભાઈ કટારા
- રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને ઝાલોદ ખાતે એકતા પદયાત્રા યોજાઇ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતી નિમિત્તે રાજ્ય સહિત દેશભરમાં એકતા પદયાત્રા યોજવામાં આવી રહી છે. જે અંતર્ગત દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા ઝાલોદ શહેરની બી.એમ. હાઈસ્કૂલ થી નીકળી શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર ફરી હતી.
આ પદયાત્રામાં રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારા, જિલ્લા સાંસદ જસવંતસિંહ ભાભોર, ઝાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભૂરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, નરેન્દ્રભાઇ સોની, મુકેશભાઈ કર્ણાવટ, શીતલબેન વાઘેલા તથા પાર્ટીનાં અન્ય હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ પણ જોડાયા હતાં.


