THIS NEWS IS SPONSORED BY : RAHUL MOTORS
તા.૧૩ અને ૧૪/૦૫/૨૦૧૮ રવિવાર તથા સોમવારના રોજ નેપાળ ખાતે ૩જી ઇન્ટરનેશનલ વાડો-રયુ કરાટે ચેમ્પીયનશીપ – ૨૦૧૮ યોજાઈ. આ કરાટે ચેમ્પિયનશિપમાં ૧૪ જેટલા દેશો જેમાં નેપાળ સહિત ભારત, જાપાન, અમેરિકા, ફિલીપાઇન્સ, બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા, ભુતાન, મલેશિયા, અફઘાનિસ્તાન, જર્મની, યુ.કે., તાઇપેઈ ના કરાટેકાઓ (ખેલાડીઓ) ભાગ લીધો હતો, જેમાં ભારત દેશમાંથી ગુજરાત રાજ્યના દાહોદ અને મહીસાગર જિલ્લાના કરાટેકાઓએ (ખેલાડીઓ) પણ ભાગ લીધો હતો.
ટ્રેડિશનલ વાડો-રયુ કરાટે ડો ઇન્ડિયાના ટેકનીકલ ડાયરેક્ટર, ચીફ એક્ઝામીનર અને ચીફ કોચ રાકેશ એલ. ભાટીયાના માર્ગદર્શન હેઠળ સિનિયર કોચ કલ્પેશ એલ. ભાટિયા (પ્રમુખ, ટ્રેડિશનલ વાડો-રયુ કરાટે ડો ગુજરાત) તથા મેનેજર તરીકે સિનિયર કોચ કેયુર એ. પરમાર (જનરલ સેક્રેટરી, ટ્રેડિશનલ વાડો-રયુ કરાટે ડો ઇન્ડિયા) દ્વારા તૈયાર કરાયેલ કરાટેકાઓ (ખેલાડીઓ) જેમાં (૧) પેટ્રોલવાલા કુત્બુદ્દીન મુર્તુજાભાઈ કે જે સેંટ મેરી સ્કૂલનો વિદ્યાર્થી છે તે પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ વિજેતા થયેલ છે, (૨) મહિડા ધરતીબેન વિપુલભાઈ કે જે નવજીવન ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીની છે તે અને (૩) ગડીયા હિત સંજયભાઈ કે જે સેંટ મેરી સ્કૂલ, સંતરામપુરનો વિદ્યાર્થી છે આ બંને દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી સિલ્વર મેડલ અને સર્ટિફિકેટ પ્રાપ્ત કરેલ છે. તથા (૪) ગાંધી આર્યન અંકુરભાઇ, લિટલ ફ્લાવર્સ સ્કૂલ દાહોદ, (૫) પટેલ વેદ કિરીટભાઈ, સેંટ મેરી સ્કૂલ, દાહોદ (૬) પટેલ કબીર હેમંતભાઈ, સેંટ મેરી સ્કૂલ, દાહોદ અને (૭) ગરાસિયા વંદન કરશનભાઇ સેંટ જ્હોન આઈ.પી.મિશન શાળા, દાહોદના આ તમામ ચારેય કરાટેકાઓ (ખેલાડીઓ) તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરી બ્રોન્ઝ મેડલ અને સર્ટિફિકેટ મેળવી વિજેતા બને છે. આ તમામ ખેલાડીઓ વિજેતા બની બધા દેશોમાં 1st Runner Up રહી ભારત દેશ, ગુજરાત રાજ્ય અને દાહોદ તથા મહીસાગર જિલ્લાનું નામ રોશન કર્યું છે.
વધુમાં આ ચેમ્પિયનશીપમાં નેપાળના પૂર્વ વડાપ્રધાન અને સિનિયર લીડર – કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ (UML) તથા રમત ગમત મંત્રી જગત બી.ડી.આર. સુનાર (વિશ્વકર્મા) ના હસ્તે રાકેશ એલ. ભાટીયા, કલ્પેશ એલ. ભાટીયા, કેયુર એ. પરમાર અને તેમની સમગ્ર ટીમનું તામ્રપત્ર તથા 1st Runner Up ની ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું.
આ આખી ટીમને ટ્રેડિશનલ વાડો -રયુ કરાટે ડો ઇન્ડિયાના પ્રેસિડેન્ટ વિનોદ વી. ખપેડ દ્વારા, દાહોદ નગર પાલિકા પ્રમુખ સંયુક્તાબેન મોદી, ગોદી રોડ વોર્ડ નં. – ૧ ના કાઉન્સિલર લખનભાઈ રાજગોર, ભાજપના યુવા પ્રમુખ અલય દરજી તથા અન્ય કાર્યકર્તા દ્વારા, ભાજપના આદિજાતિ મોરચાના ઉપપ્રમુખ અંકુર નિનામા દ્વારા, સેંટ મેરી સ્કૂલ, દાહોદના ટ્રસ્ટી ઝુબીન કોન્ટ્રાક્ટર દ્વારા, મહર્ષિ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રીતેશ એલ. ભાટીયા અને મંત્રી શીતલબેન એસ. પરમાર ખજાનચી શ્રદ્ધા ભડંગ દ્વારા, દાઉદી વહોરા સમાજ દ્વારા તથા દિગમ્બર જૈન સમાજ દ્વારા ૩જી આંતરરાષ્ટ્રીય વાડો-રયુ કરાટે ચેમ્પિયનશિપ – ૨૦૧૮ જીતીને આવનાર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે