દાહોદ સંસ્કાર સોશ્યિલ ગ્રુપ આમ તો અનેક સેવા કર્યો કરેજ છે અને દર વર્ષે શાળાઓમાં નોટે બુક પેન્સિલ અને અન્ય વસ્તુઓ નું વિતરણ કરે છે પણ આ વર્ષે તેમના દ્વારા દાહોદથી 10કી.મી દૂર આવેલ ડોકી પ્રાથમિક શાળામાં ગરીબ આદિવાસી બાળકોને ગણવેશના કલરના સ્વેટર અને ટોપીનું વિતરણ કરાવ્યું। પેહલા શાળામાં જઈ અને બાળકોને બોલાવી અલ્પાહાર કરવામાં આવ્યો અને ત્યાર બાદ આ બાળકોને ગ્રુપના તમામ મેમ્બેરો દ્વારા સ્વેટર અને ટોપી પહેરવામાં આવી હતી.
આ વિતરણ કરવાથી બાલાકોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ હતી અને ગરીબ આદિવાસી બાળકોએ આ સ્વેટર અને ટોપી રોજ સ્કૂલે પેહ્રીને આવશે તેમ જણવ્યું હતું.આ સત કાર્યમાં રવિવાર હોવા છતાં શાળાના તમામ સ્ટાફ અને શિક્ષકો હાઝર રહી અને આ કાર્યમાં પૂરતો સહયોગ આપ્યો હતો અને સંસ્કાર સોશ્યિલ ગ્રુપ શાળામાં દર વર્ષે આવા કાર્યક્રમ કરે છે તે બદલ તેમનો આભાર માની આ કાર્ય ને બિરદાવ્યું હતું.