NewsTok24 – Keyur Parmar – Dahod
દાહોદમાં વૈષ્ણવ સંપ્રદાય દ્વારા ગોપઅષ્ઠમીની ઉજવણી ધામધૂમ થી કરવામાં આવે છે. તેમજ શ્રી ગોવર્ધનનાથજી હવેલી તથા શ્રી ગોકુલનાથજી હવેલીમાં દાદાજીના અન્નકુટ દર્શન સાથે ગોષપણ દ્વારા ગાયોની અષ્ટાંગ યોગથી સેવા કરવામાં આવે છે. તેમજ ગાય ગોહરી દર્શન પણ યોજાય છે. આઠમની તિથીએ ગૌપુજન કરી પ્રભુ સ્વયંમ ગયો ચરાવવા પધારતા હોઈ ગોપઅષ્ઠમીનું વિશિષ્ઠ મહત્વ રહેલું છે. ગોપઅષ્ઠમી નિમિત્તે ઉજવાતા ઉત્સવમાં ગાયોની સેવા ભગવાનની સેવા જેમ થાય છે. ગાયોના ગોવાળીયાઓનું વિશેષ મહત્વ હોય છે. પ્રભુ ગયો વગર એક ક્ષણ પણ રહેતા નથી.
આજે વૈષ્ણવ હવેલીમાં શ્રુંગાર પછી દાદાજીના અન્નકુટનો ભોગ ધરાવાય છે. તેની સાથે ગોપીવલ્લભ ભોગ પણ આવે છે. નંદાલયની ભાવનાથી પ્રભુ ગૌચરણ કરવા પધારે ત્યારે સર્વ ગ્વાલ બાળ સાથે ભોગ આરોગીને પછી ગૌચરણ માટે પધારે છે. એ ભાવનાથી અન્નકુટ કરવામાં આવે છે. સાંજના ભોગમાં નિત્ય સામગ્રી ઉપરાંત ખાસ સામગ્રીમાં દહીંની સેવાના લાડુ, દહીંભાત, પાપડ વિગેરે ધરાવવામાં આવે છે. વૈષ્ણવો આ દીવસે હવેલી ચોકમાં પધારેલી ગાયોને ઘાસ લાડવા ખવડાવીને ધન્યતા અનુભવે છે. નાના ભૂલકાથી માંડીને અબાલ વૃદ્ધો સૌ ગાયોને સાષ્ટાંગ પ્રણામ કરીને શ્રી ઠાકોરજીના ભાવને અંગીકાર કરે છે.