દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામની લાલબહાદુર સોસાયટીમાં આજ રોજ તા.૧૧/૦૮/૨૦૧૮ શનિવારના રોજ બપોરના આશરે ૦૩:૪૫ કલાકે દાહોદના LCB માં ફરજ બજાવતા સ.ત.વિરેન્દ્રસિંહ દિલીપસિંહ આ.પો.કો.બ.નં.870 તથા SOG PSI એન.જે.પંચાલ તથા સ્ટાફના માણસો સાથે રાખી મળેલ બાતમીના આધારે પીપલોદ ગામે રહેતા ભીમજીભાઈ મોરારભાઈ ભરવાડના રહેણાંક ઘરેથી કવોલિટી જુગારનો કેસ શોધી કાઢેલ હોઈ જે અમારા રૂબરૂ ની જુગરધારા કલમ 4, 5 મુજબ (૧) ભીમજીભાઈ મોરારભાઈ ભરવાડ રહે. પંચેલા ભરવાડ ફળિયું તા.દે.બારીયા જી.દાહોદ (૨) લલિતકુમાર રમણભાઈ બારીયા રહે. ગુણા ફારમ ફળિયુ તા. દે.બારીયા જી.દાહોદ (૩) ભાવેશભાઈ દિલીપભાઈ દરજી રહે.પીપલોદ ક્રિષ્ના સોસાયટી તા દે.બારીયા જી.દાહોદ (૪) જાવેદ યુસુફ મન્સુરી રહે.પીપલોદ જુના રણધીકપુર રોડ, તા. દે.બારીયા જી દાહોદ (૫) મહેશભાઈ બળવંતભાઈ પટેલ રહે સાલીયા ફાટક પાસે, તા. દે.બારીયા જી.દાહોદ (૬) ખુરશીદ સલીમ પોસા રહે પિપલોદ મેન બજાર તા. દે.બારીયા જી.દાહોદ (૭) યાસિક મહંમદ પઠાણ રહે. પીપલોદ મેન બજાર તા. દે.બારીયા જી. દાહોદ (૮) સલીમ ગની મન્સુરી રહે પીપલોદ બારીયા રોડ ટેલિફોન એક્સચેન્જ ની સામે, તા. દે.બારીયા જી. દાહોદ અને (૯) નરેશભાઈ ડાલુમનભાઈ લોહાણા રહે. પીપલોદ રણધીકપુર ફાટક પાસે જલારામ સોસાયટી પાસે તા. દે.બારીયા જી. દાહોદ આ તમામની સાથે દાવમાં જુદા-જુદા દરની ચલણી નોટો કુલ ₹.૬૭૪૦/- તથા છુટાછવાયા પાના પત્તા નંગ ૫૨ કિ.₹.૦૦.૦૦/- તેમજ પાના પત્તાની કેટ નંગ – ૪ કિ.₹.૦૦.૦૦/- તથા અંગ ઝડતીમાંથી માલી આવેલ રોકડ ₹.૩૨,૮૦૦/- તથા મોબાઈલ ફોન નંગ – ૮ કિ. ₹.૨૮,૦૦૦/- નો માલી કુલ મુદ્દામાલ કિ.₹.૬૭,૫૪૦/- મળી આવેલ અને તે મુજબ પકડવામાં સફળતા મળેલ છે.