સરકારના વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત દાહોદ ટાઉન P.I. કે.જી.પટેલએ દારૂ વેચતી, દારૂ પીતી, વ્યસન કરતી તથા નશો કરતી વ્યક્તિઓને બોલાવી સામાજીક જીવન કેવી રીતે જીવવું તે વિશે સમજાવી વ્યસન કરવાથી શુ નુકશાન થાય છે અને છોડવાથી શુ ફાયદા થાય છે તે વિશે સમજાવી કે જે લોકો વ્યસન છોડે છે તેમને સરકાર કયા કયા લાભ, સહાય આપે છે અને પોતે પોતાનો સ્વરોજગાર કેવી રીતે શરૂ કરી શકે તેવુ સમજાવી ત્રણ થી ચાર બહેનો કે જેઓના નામ લક્ષ્મીબેન સંગાડા, રમતુંબેન ડામોર, કાંતાબેન ડાંગી અને બુંદીબેન છે. આ મહિલાઓને વ્યસન છોડવા માટે સમંત કરી તેમના નામ અને નંબર લખીને સરકારમાં તેઓને સરકારી રાહે મળે અને આ મહિલાઓ વ્યસન મુક્ત થઈ અને તેઓ પોતે સ્વરોજગાર થાય અને નાનો ગૃહ ઉદ્યોગ પોતાનો ચલાવી શકે તેના માટે તેઓને તૈયાર કરી તેમના નામ સરકારશ્રીમાં મોકલી વ્યસનમુક્તિ અંતર્ગત સારી કામગીરી કરેલ છે.