NewsTok24 – Keyur Parmar – Dahod
દાહોદ શહેરમાં આજે સાંજે 7:30 કલાકે LIC રોડ ખાતે ભાજપ દ્વારા સ્માર્ટ સિટી સંકલ્પ રેલીનું ભવ્ય આયોજન કરાયું હતું. આ રેલીમાં ભારતીય જનતા પાર્ટી ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા તદઉપરાંત ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભીખુભાઈ દલસાણીયા, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, ST નિગમના ડીરેક્ટર અમિત ઠાકર, દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર, દાહોદ જીલ્લા પ્રમુખ સુધીરભાઈ લાલપુરવાલા, દાહોદ શહેર પ્રમુખ અરવિંદ ચોપડા, નગર સેવા સદન ના પ્રમુખ રાજેશ સહેતાઈ તથા ભારતીય જનતા પાર્ટીના નગર ના 36 ઉમેદવારો પણ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રસંગે પુરષોત્તમ રૂપાલાએ પોતાના વક્તવ્યમાં નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે “માંગ્યા વગરતો માં પણ ના પીરસે પણ વગર માંગ્યે જે પીરસે તે આપણા નરેન્દ્ર મોદી છે”
અને દાહોદ ને આખા ગુજરાતની તમામ નગર પાલિકાને કેમ પસંદ કરવામાં આવી છે તે બાબતે તેઓએ કહ્યું કે “મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરહદે થી દાખલ થાય એટલે સીધેસીધો ગુજરાતનો અરીસો દેખાય એ પ્રકારની કલ્પના મગજમાં રાખીને દાહોદને સ્માર્ટ સિટી માટે પસંદ કરવામાં આવ્યું છે”
ભાજપે તો દાહોદને વણમાંગ્યું વરદાન આપ્યું છે. જેમાં શિક્ષણ હોય, પીવાનું પાણી હોય કે પછી સ્માર્ટ સિટી હોય કે પછી દાહોદ થી ચિત્તોડગઢ એક્ષપ્રેસ હાઇવે હોય કે પછી દાહોદ થી ઇન્દોર નવી રેલ્વે લાઈન હોય દાહોદ ને આપવામાં નરેન્દ્રભાઈએ અને આનંદીબહેને કશું જ બાકી નથી રાખ્યું અને હવે તમારો સમય આવ્યો છે કે અહી બેઠેલા અમારા 36 એ 36 ઉમેદવારને નગર પાલિકામાં મોકલવાનો.
કોંગ્રેસ ઉપર ચાબખા મારતા રૂપાલાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ મુદ્દા વિહીન થઇ ગઈ છે કારણકે તમે કોઈ પણ વ્યક્તિને પૂછો કે આ રસ્તા કોને બનાવ્યા ખાલી જગ્યા તો એ તરત જ કહેશે કે ભાજપે, તમે પુછો આ નવા ભાવનો કોને બનાવ્યા, કોર્ટ ભવન કોને બનાવ્યા ખાલી જગ્યા તો આ બધાજ પ્રશ્નોનો જવાબ હશે માત્ર ભાજપ, કારણકે કોંગેસે કશું કામ કર્યુ જ નથી તો પછી મુદ્દા ક્યાંથી હોય એટલે જ હું કહું છું કે આપણે ઉપર શુટ અને ટાઈ પહેરી હોય તો નીચે પટાવાળો લેંઘો પહેરાય? સ્વાભાવિક છે ના પહેરાય એટલેજ હું કહું છું કે દિલ્હી માં પણ ભાજપ, ગુજરાતમાં પણ ભાજપ તો પછી દાહોદ માં શું કામ ભાજપ ને ના લાવીએ માટેજ કોંગ્રેસ ઈ પટાવાળો લેંઘો છે માટે આપણે કશું બીજું હમજવાની જરૂર નથી સીધેસીધા આ 36 ને જીતાડી સ્માર્ટ સિટી ના કામે લગાડી દઈયે ત્યારબાદ દાહોદ નગર સેવા સદન ના પ્રમુખે આભારવિધિ કરીને રેલી પૂર્ણ કરી હતી.