PRAVIN KALAL – FATEPURA
દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક હિતેશ જોઇશર સાહેબની સુચના મુજબ અને નાયબ પોલીસ અધિક્ષક પી.આઈ.સોલંકી અને સર્કલ ઇન્સ્પેક્ટર વી.એ.બ્લોચનાઓએ દારૂ તથા જુગારની પ્રવૃતિને નેસ્તોનાબૂદ કરવાની સૂચના અને માર્ગદર્શન મુજબ ફતેપુરા PSI એચ.પી.દેસાઈ તથા સ્ટાફના માણસોને સાથે રાખીને પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેઓને અંગત માહિતી મળેલ કે રાજસ્થાન બાજુથી તુફાન ગાડીમાં દારૂ ભરીને આવે છે આ બાતમી મળતા ઘુઘસગોટા ગામે PSI એચ.પી.દેસાઈ તથા સ્ટાફના માણસો દ્વારા નાકાબંધી કરી દેવામાં આવી હતી. અને આ બાબતની જાણ તુફાન ગાડીના ડ્રાઈવરને થઈ જતા તે થોડે દૂર જ ગાડી મૂકી નાસી છૂટેલો. પોલીસ દ્વારા તુફાન ગાડી ચેક કરતા ગાડી નંબર GJ-16 W-2148 ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ જણાઇ આવેલ અને ચેક કરતાં તેમાં બિયર પેટી નંગ – 23 અને દેશી દારૂની પેટી નંગ – 6 મળી કુલ દારૂ ₹. ૬૯,૬૦૦/- અને તૂફાન ગાડીની કિંમત ₹.૨,૦૦,૦૦૦/- મળી કુલ ₹.૨,૬૯,૬૦૦/- નો મુદ્દામાલ કબજે લઇ વધુ તપાસ ચલાવી રહ્યા છે. આ બાબતથી દારૂના બુટલેગરોમાં ગભરાહટ ફેલાઈ ગઈ છે અને તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું જણાઈ આવે છે.
વધુમાં ફતેપુરાના PSI એચ.પી.દેસાઈ નાઓએ ફતેપુરા ગામમાં ટ્રાફિકની સમસ્યાને નિયંત્રણ કરી બજારમાં ટ્રાફિક ખુલ્લો કરતા તેઓની એક સરાહનીય કામગીરી જણાઇ આવે છે. તેનાથી વાહન ચાલકો અને ૧૦૮ જેવા ઈમરજન્સી વાહનોને નીકળવા માં સહેલાઈ અનુભવાતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી હતી.