Wednesday, May 14, 2025
Google search engine
HomeDahod - દાહોદ🅱reaking : દાહોદ - અમદાવાદ વોલ્વો બસનો કંન્ડકટર દારુ પીધેલી હાલતમાં હોવાનો...

🅱reaking : દાહોદ – અમદાવાદ વોલ્વો બસનો કંન્ડકટર દારુ પીધેલી હાલતમાં હોવાનો વિડીયો સોસીયલ મિડીયામાં વાયરલ

 

 

દાહોદ જિલ્લાના  દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના બસ ડેપોમાથી શરુ થયેલ નવીન વોલ્વો બસ કે જે અમદાવાદ થી બપોરે 02.00 વાગે ઉપડી અને દાહોદ આવવા નીકળેલી આ દાહોદ – અમદાવાદ વોલ્વો બસનો કંન્ડકટર દારુ પીધેલી હાલતમાં હોવાનો વિડીયો સોસીયલ મિડીયામાં વાયરલ થયો છે.

થોડા દિવસો પહેલા જ GSRTC દ્વારા દાહોદ – અમદાવાદ એ.સી. વોલ્વો બસ સેવા શરુ કરાઈ હતી આ બસ અમદાવાદ થી દાહોદ આવી રહી છે અને તેમાં દાહોદના પેસસેન્જર છે અને બસ કંડકટર એટલી હદે દારુના નશામાં છે કે તેઓને કોઈ ભાન જ નથી. મુસાફરોની સુવીધા માટે શરૂ કરાયેલ આ બસમાં મુસાફરોને મુશ્કેલી વેઠવી પડી રહી છે.

કંડકટર દારુ પીધેલી હાલતમાં હોવા છતા ડ્રાઇવરે કેમ ડેપોમાં  જાણ ના કરી? દારૂ પીધેલી હાલતમાં ડાકોર સ્ટેશને પણ બસ ઉભી રહી પણ ત્યાંના કોઈક કંડક્ટરે આવીને ટિકિટ કાપી પરંતુ આ દારૂ પીધેલા કન્ડક્ટરને ના તો ઉતાર્યો કે ના કંઈ કર્યું તેને બસમાં જ બેસાડી રાખ્યો.

આવા નશાની હાલમાં આવી લકઝરી સુવિધાઓ વાળી બસમાં જો આવા કન્ડકટર ચાલશે તો એસ.ટી તંત્ર ખડકે જ જશે. ખરેખર દારુ પીધેલા કંડકટર સામે તંત્ર શુ પગલાં લેશે તે જોવાનું રહ્યુ? આખરે આ દારૂ પીધેલા કન્ડકટરને ગોધરા ખાતે ઉતારી લેવામાં આવ્યો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments