ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા અને અક્ષર ઇન્સ્ટીટ્યુટ ઓફ પેરમેડિકલ સાયન્સના સંયુક્ત ઉપક્રમે પ્રાથમિક સારવાર તાલીમ વર્ગનું આયોજન તા. ૦૧/૦૨/૨૦૧૯ ને શુક્રવારના રોજ રેડક્રોસ ભવન ખાતે કરવામાં આવ્યું. જેમાં મુખ્ય મહેમાન રાજુભાઇ સેવક, ગાયત્રી પરિવાર લીમડી, અતિથિ વિશેષ અલ્પેશભાઇ વૈરાગી પ્રમુખ અને નિપુલભાઇ શર્મા મંત્રી પ્રકૃતિ મિત્રમંડળ લીમડી, હોમિયોપેથિક ડોક્ટર એશોશિએશનના પ્રમુખ ડો. નીલમ બામણ, ડો.શૈલેષભાઈ પટેલ ડાયરેક્ટર ઓફ અક્ષર પેરમેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન જવાહર શાહે કર્યું હતું. કાર્યકરમણિ ભૂમિકા સેંટ જહોન એમ્બ્યુલન્સના કન્વીનર ગોપાલભાઈ ધનકાએ બાંધી હતી. મેહમાનોનું બુકે અને શાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. દીપપ્રાગ્ટય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પ્રાથમિક સારવાર અંગેની સૈદ્ધાંતિક માહિતી ડો. ઇકબાલ લેનવાલા, કમલેશભાઈ સુથાર અને કમલેશ લીંબાચીયાએ તેમજ પ્રાયોગિક માહિતી ત્રિભોવનભાઈ પાઠકે, ડેમોન્સ્ટ્રેશન દ્વારા આપી હતી. આભારવિધિ મંત્રી મુકુંદરે કાબરાવાલાએ કરી હતી. ખજાનચી વિકાસભાઈ ભુતા, એન.કે.પરમાર, રાજુભાઇ તેમજ મોટી સંખ્યામાં પ્રાથમિક સારવાર તાલીમવર્ગના તાલીમાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનુ સફળ સંચાલન કે.ડી.લીંબાચીયાએ કર્યું હતું.