PRAVIN KALAL –– FATEPURA
નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર સાહેેેબની સૂચના મુજબ પોલીસ ડ્રાઈવ અનુસંધાને ફતેપુરા પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર નં.45/17 ઇ.પી.કો. કલમ 436, 437, 504, 506(2) 143 મુજબ ના કામનો આરોપી વર્સીગ રામજી પારગી ડુંગર છેલ્લા બે વર્ષ થી ગુનો કરી નાસતો-ફરતો હતો અને આજરોજ અમદાવાદથી મજૂરી કામ કરી પોતાના ઘરે આવેલ હોવાની ચોક્કસ બાતમી ફતેપુરા પોલીસ સ્ટેશનના P.S.I. એચ.પી .દેસાઈ નાઓને મળતા તેઓ તથા સ્ટાફના માણસો સાથે તેના ઘરે ડુંગર ગામે જઈ તપાસ કરતા મળી આવેલ તેને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.