દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના રાજકૃપા ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગના વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓ દ્વારા જમ્મુ-કશ્મીરમાં થયેલ આતંકી હમલામાં આપના દેશના જવાનોના પરિવારજનોને આર્થિક રૂપે મદદ કરી શકીએ તે હેતુ થી આ કામગીરી માટે ગુજરાત ગવર્નમેન્ટ દ્વારા દરેક સંસ્થાને સોપવામાં આવી છે અને તેના ભાગ રૂપે આ કામગીરી કરીને દાહોદ સ્માર્ટ સિટિ તરફ થી સરકારને મદદ કરીયે છીયે અમે સર્વે પ્રયાસ કરીયે છીએ કે આ કામગીરી માટે અમે દેશ માટે ઉત્તમ ફાળો આપી શકીએ.
વધુમાં રાજ કૃપા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ, દાહોદ દ્વારા 8 ટીમો બનાવી ગામમાં જુદા જુદા વિસ્તારોમાંથી ફાળો ઉંઘરાવ્યો હતો. ત્યારબાદ તેઓ દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇસર અને જિલ્લા કલેકટર વિજય ખરાડી પાસે પણ ફાળો લેવા ગયા હતા. અને તેઓએ પણ તેમને ફાળો આપી મદદ કરી હતી.