THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
જો વાત કરીએ તો દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની આ ઘટના છે જેમાં એક યુવકે ટોલ ન આપવો પડે તે માટે મિત્રો સાથે આવી વરોડ ટોલ ઉપર કરી તોડફોડ. ઘટના ની વિગત એવી છે કે એક યુવક 10 તારીખે સાંજે વારોડ ટોલ ઉપર થી નીકળ્યો હતો જ્યાં તેની પાસે ટોલ માંગતા તે cctv નો કેમેરો વાળી જતો રહ્યો હતો.અને તેજ દિવસે રાત્રે ફરી તેના મિત્રો સાથે ટોલ ઉપર જઇ અને યુવકો કહ્યું એ “મેરી ગાડી ક્યો રોકાતે હો ઔરપેસે કૈસે ક્યુ લેતે હો” કહીને તોડફોડ કરી વરોડ ટોલ પર ચાર યુવકોએ લાકડી તેમજ ડંડા વડે પાંચ મિનિટમાં છ કેબિનમાં કરી તોડફોડ ત્રણ કોમ્પ્યુટર, છ કેબીનના કાચ, બેરિયર અને ત્રણ કીબોર્ડની કરી તોડફોડ.ટોલ ટેક્સ પર ફરજ બજાવનાર કેશિયર અને કર્મચારી ઘાયલ.
પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી તોડફોડ ની ઘટના અંગે દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇસર એ જણાવ્યું હતું કે 2 આરોપીઓ ની અટકાયત કરવામાં આવી છે અને અન્ય ની તાપસ ચાલુ છે અને ભાર પૂર્વક કહ્યું હતું કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર કોઈ પણ વ્યક્તિ ને છોડીશું નહીં અને સખત કાર્યવાહી કરવામાં આવશે.