દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરની જાગૃતિ કન્યા વિદ્યાલયમાં તાલુકા કક્ષાનો કલા મહાકુંભ-૨૦૨૦ યોજવામાં આવ્યો હતો. તેમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની સ્પર્ધા કરવામાં આવી હતી. જેમાં આદિવાસી ગરબી, નિબંધ સ્પર્ધા, ભજન, લોકગીત, ચિત્ર સ્પર્ધા તથા ગરબાની સ્પર્ધાઓ રાખવામાં આવી હતી. જેમાં આદિવાસી ગરબી અને નિબંધ સ્પર્ધામાં ભુરીયા કિંજલબેન, ભજન સ્પર્ધા અને લોકગીતમાં વાદી અસ્મિતાબેન નાગુજી, તનિશાબેન ચિત્ર સ્પર્ધા અને ગરબામાં વગેરે પ્રવૃત્તિઓમાં પ્રથમ નંબરે આવી જાગૃતિ કન્યા વિદ્યાલયનું નામ રોશન કર્યું હતું. તે બદલ શાળાના આચાર્ય, શિક્ષકગણ તથા વિદ્યાર્થીએ વિજેતા બહેનોને અભિનંદન પાઠવ્યા હતા.
HomeFatepura - ફતેપુરાદાહોદ જિલ્લાના ફતેપુરાની જાગૃતિ કન્યા વિદ્યાલયમાં કલા મહાકુંભ 2020 યોજવામાં આવ્યો