EDITORIAL DESK
પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના કંકુ થાંભલા ગામમાં ગુરુવારની મોડી સાંજ ગણવા ફળિયામાં રહેતા દંપતીએ કોઈ અગમ્ય કારણોસર કુવામાં ઝંપલાવી પોતાનું જીવન ટુકાવ્યું હતું ગોધરા તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે .
ગોધરા તાલુકાના કંકુ થાંભલા ગામમાં આવેલા ગણવા ફળિયામાં રહેતા અને રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા સંજય ગણવા ગુરુવારે પોતાના ઘરે બપોરના સમયે પહોંચ્યા હતા તે વખતે પોતાની પત્ની પ્રેમિલા ગણવાને ઘર નજીક આવેલા કુવામાં ઝંપલાવતા જોતા જ પોતાની પત્નીને બચવવા માટે સંજયે પણ કુવામાં ઝંપલાવ્યું હતું , પરંતુ કુવાની ઊંડાઈ વધારે હોવાના કારણે બંને નું પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું , ઘટનાની જાણ ગ્રામજનો દ્વારા પોલીસને કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી બંને ના મૃતદેહોને ગ્રામજનોની મદદથી કુવામાંથી બહાર કાઢી પી .એમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા , પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.