દાહોદ જિલ્લાના ફતેપુરા મામલતદારનો સ્ટાફ અને P.S.I. દ્વારા ગામડાઓમાં આવેલી બેંક ઓફ બરોડાની શાખાઓ તેમજ સલરા, મોટી નાદુકણ, નાની નાદૂકણ વિગેરે ગામડાઓની મુલાકાત લઇ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જણાઈ આવતા સોશિયલ ડિસ્ટન્સ વિશે જાણકારી આપવામાં આવી અને ગોળ કુંડાળા કરાવી સોશિયલ ડિસ્ટન્સ રાખવા વિશે ફતેપુરા મામલતદાર દ્વારા કહેવામાં આવ્યું હતું. બેંક ઓફ બરોડા તેમજ ગામડાઓની દુકાનોમાં પણ માહિતીઓ આપવામાં આવી હતી. મુખ્ય બજારમાં પડતર, ઠંડા પીણા, એક્સપાયરી તારીખવાળા અને હોટલોમાં માવાની મીઠાઈઓનો પડતર સ્ટોક, અખાદ્ય સામગ્રી વગેરેનો નાશ કરવામાં આવ્યો હતો.
વધુમાં હોલસેલ કરિયાણાની દુકાનોમાં વધુ ભાવ અંગેની જાણકારી મળતા મામલતદાLપર દ્વારા બીલ ચેકિંગ કરી અને માલના સ્ટોકની પણ જાણકારી લીધી હતી અને વધુ ભાવ ન લેવા વેપારીઓને જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ વેપારીઓએ મામલતદારને રજૂઆત કરેલ કે અમારે દાહોદથી માલ આવે છે અને તે પણ ઊંચા ભાવમાં આવે છે. જેથી અમને પડતર ન થતાં અમો ખર્ચો કાઢીને પણ ધંધો કરીએ છીએ.