Friday, November 22, 2024
Google search engine
HomeViramgam - વિરમગામઅમદાવાદ જિલ્લાના ૪૬૪ ગામોમાં એક સાથે પહેલી વખત  સેનિટાઇઝેશનની મેગા કામગીરી કરવામાં આવી

અમદાવાદ જિલ્લાના ૪૬૪ ગામોમાં એક સાથે પહેલી વખત  સેનિટાઇઝેશનની મેગા કામગીરી કરવામાં આવી

– અમદાવાદ જીલ્લામાં  સેનિટીઇંઝેશનની મેગા ડ્રાઈવમાં ૧૬ લાખ વસતીને આવરી લેવામાં આવી.

કોરોનાના સંક્રમણને અટકાવવા અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા રવિવારે જિલ્લાના તમામ ૪૬૪ ગામોમાં એક સાથે એક જ સમયે સેનીટાઈઝેશનની  મેગા ડ્રાઇવ હાથ ધરાઇ હતી. જિલ્લામાં રોગનું સંક્રમણ ન થાય તે માટે વિશેષ તકેદારીના ભાગરૂપે  અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુની સૂચના અને માર્ગદર્શનને પગલે આ સામૂહિક કામગીરી સંપન્ન કરાઇ હતી. અમદાવાદ જીલ્લામાં  સેનિટીઇંઝેશનની મેગા ડ્રાઈવમાં ૧૬ લાખ વસતીને આવરી લેવાઇ હતી. ચાંગોદર ગ્રામ પંચાયત દ્વારા સફાઇ કર્મિઓ, આરોગ્ય કર્મચારીઓ, સેનીટાઇઝેશનના કર્મચારીઓ, પંચાયત યોદ્ધા કમિટીના સભ્યો નું જીલ્લા વિકાસ અધિકારી, જિલ્લા મેલેરીયા અધિકારી, સરપંચ, તલાટી દ્વારા પુષ્પ આપી સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી મહેશબાબુએ જણાવ્યું હતું કે જિલ્લામાં આ રોગનું સંક્રમણ ન વધે તે માટે ખાસ તકેદારી રખાઈ છે અને જિલ્લામાં બહારના લોકોની અવર જવર પર નિયંત્રણ જેવા સર્વગ્રાહી પગલાં લેવાયા છે. તેના પગલે જિલ્લામાં રોગને એક ચોક્કસ  લેવલ સુધી અટકાવી રાખી શકવા માં સફળતા મળી છે. એકબીજાના સ્પર્શ કે જાહેર જગ્યાઓ પર લાગેલા વાયરસના કારણે સંક્રમણ ન વધે તે માટે મુખ્ય રસ્તાઓ, ઘરો, ફળિયા એમ સામૂહિક રીતે જંતુ રહિત કરવાની કામગીરી હાથ હાથ ધરાઇ હતી.

અમદાવાદ જિલ્લાના આરોગ્ય વિભાગના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સતિષ મકવાણા અને મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લામાં સંપૂર્ણપણે સેનીટીઇંઝેશનની કામગીરી માટે ૧૦૦ ફોગર મશીન, ૧ મોટુ વ્હિકલ વાળું કેનેન ફોગર મશીન, ૩૦૦ જેટલાં નાના પંપ તથા અન્ય ૫૦૦ વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.  આ મેઘા કામગીરીમાં ૨૫૦૦૦ જેટલાં વ્યક્તિ ઓ કે જેમાં સ્વયં સેવકો, કર્મચારી ઓનો ઉપયોગ કરાયો હતો અને ૧૩૫૦૦ લિટર સોડિયમ હાઇડ્રોક્લોરાઇડ ૨૦% દવા વપરાશમાં લેવામાં આવી છે. અમદાવાદ જીલ્લા ના બધાજ ગામ માં સેનીટાઇઝેશન કરવા માં સેવા ભાવિ સામાજિક કાર્યકર મહેશભાઈ પરમાર અને મેઘમણી ઓર્ગેનીક ના માલિક જયંતિભાઈ પટેલ અને આનંદભાઈ પટેલે તથા ભરૂચની શ્રી રામ કેમિકલના કલ્પેશભાઈએ વિના મૂલ્યે ૩૦,૦૦૦ લીટર સોડિયમ હાયપોકલોરાઇડ પૂરું પાડ્યું હતું જેમાંથી ૪,૫૦,૦૦૦ લીટર સોલ્યુશન બનાવાયું હતું. આ સિવાય પણ મહેશભાઈ પરમાર દ્વારા અમદાવાદ પોલીસ કમિશનર ની કચેરીમા આશરે ૨૩૦૦ લીટર સોડિયમ હાયપોકલોરાઇડ પૂરું પાડવામાં આવ્યું છે. એટલું જ નહીં રેન્જ અમદાવાદ, ખેડા, આણંદની મુખ્ય જિલ્લા પોલીસ કચેરી, નડિયાદ નગરપાલિકા, મહેમદાવાદ મામલતદાર કચેરી, ગોધરા ટી.ડી.ઓ. કચેરી, કાલોલ, મોરવા હડફ ટી.ડી.ઓ. કચેરી ઉપરાંત અ.મ્યુ.કો. દક્ષિણ ઝોનમા પણ સોડિયમ હાયપોકલોરાઇડ પૂરું પાડ્યું છે. આ ઉપરાંત ઝઘડિયા સ્થિત શ્રી રામ કેમિકલ દ્વારા પણ આ પ્રકારનું કેમિકલ પૂરું પાડવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments