Tuesday, December 3, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદ ભાજપ શાસિત નગર પાલિકાએ બે વર્ષમાં આપ્યો વિકાસની ગતિને વેગ

દાહોદ ભાજપ શાસિત નગર પાલિકાએ બે વર્ષમાં આપ્યો વિકાસની ગતિને વેગ

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ નગર પાલિકાની ભાજપની હાલની ટીમ દ્વારા નગરને પરિવર્તિત કરવા માટે સતત પ્રયાસો કર્યા અને દાહોદ નગર પાલિકા પ્રમુખ અભિષેક મેડા અને ઉપપ્રમુખ પ્રશાંત દેસાઈ દ્વારા શહેરને ગતિશીલ, પ્રગતિશીલ અને આરોગ્યની દ્રષ્ટિએ પણ અગ્રેસર રાખવા દાહોદ નગરમાં ઘણા મોટા કામો કરી અને વિકાસ કર્યો છે. દાહોદ નગરમાં પ્રથમ તો પીવાના પાણી માટે એક ટાંકી બનાવી અને શરૂ કરી દેવાઈ છે અને બીજી બે ટાંકીઓનું કામ પ્રોસેસમાં છે જેથી દાહોદ શહેરને રોજ પાણી અપાશે અને ફોર્સથી પાણી અપાશે. કારણકે તમામ જૂની લાઈનોના વાલ્વ બદલી નાખવામાં આવ્યા છે. તદુપરાંત ગટરના કામો, પાલિકા ભવનન ના હોલનું નવીનીકરણ, સ્ટોર્મ વોટરની સુવિધાઓ દાહોદના મોટા ભાગના વિસ્તારોમાં પુરી કરાઈ છે જેથી ચોમાસાનું પાણી સોસાયટીમાં ભરાઈ ના રહે.

દાહોદમાં જે  ઘન કચરો ઇન્દોર હાઈવે ઉપર વેસ્ટ વેરમાં ઠાલવતા હતા અને તેનો કોઈજ નિકાલ ન હતો. ત્યાંથી નીકળવું લોકોને ભારે પડી જતું એટલી હદે દુર્ગંધ મારતું હતું. તેંને વેસ્ટ ડીકંપોઝ પ્લાન્ટ લગાવી તેમાંથી પ્લાસ્ટિક છૂટુ પાડી, કાંકરા જુદા કરી અને ખાતરની ઉપજ શરૂ કરી જે વેચીને પાલિકાને વેસ્ટમાંથી બેસ્ટ મળતું થયું અને તે પણ ઉપયોગી ઉપજાઉ અને વળતર આપે તેવું. અને ઘન કચરાને વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટથી પાલિકાની તો આવક થઈ સાથે સાથે આજુબાજુના ઘણા લોકોને રોજગાર પણ મળ્યો એટલે કહી શકાય કે “આમ કે આમ ગુટલીઓ કે ભી દામ” આમ દાહોદ પાલિકાએ 2 વર્ષના શાશન દરમિયાન જરૂરી તેમજ ઉપયોગી કામો કરી દાહોદના વિકાસમાં એક મોરપીંછ વધુ ઉમેર્યું છે.

Byte : અભિષેક મેડા > > પ્રમુખ, નગર પાલિકા દાહોદ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments