Friday, November 22, 2024
Google search engine
HomeUncategorizedદાહોદના ફતેપુરામાં દેશી લાકડાના હાથ બનાવટના કુલરના વપરાશનો વધ્યો ક્રેઝ

દાહોદના ફતેપુરામાં દેશી લાકડાના હાથ બનાવટના કુલરના વપરાશનો વધ્યો ક્રેઝ

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા મુખ્ય મથક ફતેપુરા ખાતે દેશી હાથ બનાવટના ઘાસના કુલરોનું વેચાણ વધી રહ્યું છે. લોકોનું માનવું છે કે આ કુલરો લાકડાના હોવાથી તેમાં હવા ઠંડી આવે છે અને કિંમતમાં પણ સસ્તા પડતા હોય છે. તેની કિંમત અંદાજે ₹. ૨૦૦૦/- થી ₹. ૫૦૦૦/-  સુધીમાં મળતા હોવાથી લોકો મોંઘા એરકન્ડિશન ખરીદવા કરતા આ દેશી કુલર ખરીદી હાશકારો અનુભવે છે. આ કુલરો અહિયાં લોકલ જ બનાવવામાં આવતા હોવાથી છે તે સસ્તા પણ પડે અને વધુ સર્વિસ પણ આપે છે. તેનું રિપેરીંગ કામ પણ અહીંયા જ થતું હોવાથી ગ્રાહકોને ધક્કા પણ ખાવા નથી પડતા. વધુમાં જો એ કુલરમાં કાંઈ બગડી જાય કે તૂટી જાયતો તેના રીપેરીંગનો સામાન પણ અહીંથી જ મળી રહેતો હોય છે. માટે તે લોકલ અને દેશી હોવાથી પણ કિફાયતી ભાવે મળી રહે છે. તેથી આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો આ કુલરની ખરીદી કરે છે. અને તેની એક વર્ષની ગેરંટી અને વોરંટી પણ આપવામાં આવતા લોકો વધુ પસંદ કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments