THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લામાં આજે તા.૧૩/૦૭/૨૦૨૦ ને સોમવારના રોજ કોરોના વાઇરસનો આજે ફરીથી બૉમ્બ ધડાકો થયો હતો. દાહોદ જિલ્લાના કુલ ૧૬ લોકોને કોરોના પોઝીટીવ જાહેર થતા આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્રમાં ઉથલપાથલ મચી જવા પામી છે. આરોગ્ય વિભાગ દ્વારા ગઈ કાલે ૧૮૪ જેટલાં સેમ્પલો એકત્ર કરી તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા.જેઓના રિપોર્ટ આજ રોજ આવતા ૧૮૪ સેમ્પલો પૈકી ૧૬૮ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને કુલ ૧૬ લોકોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. તે સબબ આરોગ્ય તંત્ર સહીત વહીવટી તંત્રમાં પણ ખલભળાટ મચી ગઇ છે. છેલ્લા કેટલાય દિવસથી નાના ડબગરવાડ, મોટા ડબગરવાડ, ઘાંચીવાડા અને દેસાઈવાડ માં તથા હાલમાં ગોધરા રોડ અને ગોદી રોડ ઉપર પણ કેસ વધતાં આરોગ્ય તંત્રની દોડધામ વધી જવા પામી છે. અને આ દરેક વિસ્તારમાં જો લોકો સાવચેતી નહીં રાખે તો હોટ સ્પોટ બનતા આ વિસ્તારોને કોઈ રોકી શકશે નહીં માટે સૌ જાગૃત રહે અને કારણ વગર ઘરની બહાર ન નીકળે તેવું જિલ્લા કલેક્ટર દ્વારા આપના સૌને અગાઉ પણ સૂચન કરવામાં આવ્યું હતું.
THIS NEWS IS POWERED BY –– PHONE WALE
આજ રોજ તા.૧૩/૦૭/૨૦૨૦ ને સોમવારના રોજ દાહોદ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસનો ફરીથી બૉમ્બ ધડાકો થવા પામ્યો છે. અને કુલ ૧૬ વ્યક્તિઓને કોરોનાએ સકંજામાં લઈ લીધેલ છે. જે વ્યક્તિઓ કોરોના પોઝીટીવ આવ્યા તેઓના નામ (૧) હાતિમ સિદ્દીક મીઠાશેઠ, ઉ.વ. – ૨૯ વર્ષ રહે. દાહોદ, (૨) યુસુફભાઈ મુસાભાઈ પાટુક, ઉ.વ. ૪૨ વર્ષ, રહે. ઘાંચીવાડા, દાહોદ, (૩) સલિમુદ્દીન જીયૌદ્દીન કાજી, ઉ.વ. ૫૫ વર્ષ, રહે. મોટા ઘાંચીવાડા, દાહોદ, (૪) અસગરભાઈ અલીમોહમ્મદ ગુણાટવાલા, ઉ.વ. ૮૬ વર્ષ, રહે. હુસૈની મહોલ્લા, દાહોદ, (૫) વિનોદભાઇ ફતુદાસ લાલવાણી, ઉ.વ. ૪૨ વર્ષ, રહે. દાહોદ, (૬) અશ્વિનભાઈ ચંદ્રકાંત શાહ ઉ.વ. ૬૫ વર્ષ, રહે. મંડાવાવ રોડ, દાહોદ (૭) પંકજભાઈ બાબુલાલ શાહ ઉ.વ. ૬૫ વર્ષ, રહે. દેસાઈવાડા, દાહોદ (૮) અફઝલહુસૈન અખ્તરહુસૈન શેખ ઉ.વ. ૩૫ વર્ષ, રહે. ગોદી રોડ, દાહોદ, (૯) યુસુફ શબ્બીરભાઈ રાજપુરવાલા ઉ.વ. ૪૩ વર્ષ રહે. ગોદી રોડ, દાહોદ, (૧૦) ખોજેમાં મોહમ્મદભાઈ બુટવાલા ઉ.વ. ૫૫ વર્ષ રહે. એમ.જી.રોડ, દાહોદ, (૧૧) રાજેન્દ્રકુમાર દલસુખદાસ કોઠારી, ઉ.વ. ૬૫ વર્ષ રહે. આશીર્વાદ સોસાયટી, દાહોદ, (૧૨) રમેશચંદ્ન મણિલાલ સેવક, ઉ.વ. ૬૨ વર્ષ, રહે. દેસાઈવાડા, દાહોદ, (૧૩) મહેશભાઇ શંકરલાલ પરમાર ઉ.વ. ૫૫ વર્ષ, રહે. મોટા ડબગરવાડ, દાહોદ, (૧૪) કિરીટભાઇ મોહનભાઇ દોશી ઉ.વ. ૭૦ વર્ષ, રહે. ખરોદાવાડ, દાહોદ (૧૫) કૂતબુદ્દીન અબ્દુલહુસૈન કાજી ઉ.વ. ૭૫ વર્ષ રહે. ગોધરા રોડ, દાહોદ અને (૧૬) પ્રદીપકુમાર બલવીરસિંહ પરમાર ઉ.વ. ૨૨ વર્ષ, રહે. દુધિયા, તા. લીમખેડા, જી. દાહોદનાઓમાં કોરોનાના લક્ષણો દેખાતા તરત જ ઝાયડસ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. અને જે તે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી તે વિસ્તારમાં સેનેટાઇઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આ ૧૬ કોરોના પોઝીટીવ વ્યક્તિઓ કોના કોના સંપર્કમાં આવેલ અને તેમની વધુ ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસમાંં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમ લાગી ગઈ. અને તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરાન્ટાઈન કરવાનું વહીવટી તંત્ર અને આરોગ્યની ટીમ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે.
દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ માથી આજે સરકારની ગાઈડલાઇન મુજબ એક વ્યક્તિ સાજા થતાં તેમણે રજા આપવામાં આવી છે. બીજા ૦૫ વ્યક્તિઓને હોમ આઇસોલેશન કરવામાં આવ્યા છે જેઓના નામ (૧) જિગરભાઈ વિનોદભાઇ પંચાલ, (૨) ઇરફાન મહેબૂબુમિયા મલેક, (૩) પવાંકુમાર કેવલચંદ જૈન, (૪) મનોજભાઇ હરવાની તથા (૫) ઉમેશભાઈ પ્રવીણચંદભાઈ કે જે દેવગઢ બારીયાના છે. આ તમામ ને પણ આજે હોમ આઇસોલેશન રહેવા માટે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારબાદ તેઓને ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાથી રજા આપવામાં આવી હતી.
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં – ૧૫ અને લીમખેડા તાલુકામાં – ૦૧ કોરોના પોઝીટીવ કેસ આવતા કુલ કોરોના પોઝીટીવની સંખ્યા ૧૫૧ થઈ છે. જેમાંથી આજે ૦૧ વ્યક્તિ સરકાર ની ગાઈડ લાઇન મુજબ સાજા થયેલા જાહેર કરતા અને અન્ય ૦૫ વ્યક્તિઓને હોમ આઇસોલેશન કરતાં કુલ ૬૪ લોકો સાજા થઈ ઘરે પરત ગયેલ છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા ૮૧ થઈ ગઈ છે. અને જિલ્લામાં મૃત્યુનો આંકડો ૦૬ થયો છે.