THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લામાં રોજે રોજ કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દાહોદ જિલ્લામાં કોરોના વાયરસનું લોકલ ટ્રાન્સમિશનનું પ્રમાણ વધતા આજે ફરી નવા ૩૮ કોરોના પોઝીટીવ કેસ નોંધાતા દાહોદ જિલ્લામાં કોરોના મહામારી રૂપી યમરાજ કયારે થાંભશે તે વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર માટે બહુ મોટા માથાના દુઃખાવા સમાન બની રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા ગત ચોવીસ કલાક દરમિયાન એકઠા કરેલા કુલ ૧૭૬ સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા જેના આજે તા.૨૮/૦૭/૨૦૨૦ ને મંગળવારના રોજ રિપોર્ટ આવતા કુલ ૧૭૬ સેમ્પલો પૈકી ૧૩૮ લોકોના રિપોર્ટ નેગેટિવ આવેલ અને કુલ ૩૮ વ્યક્તિઓનો કોરોના સેમ્પલના રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર સહીત વહીવટી તંત્રમાં ખળભળાટ મચી જવા પામી હતી. આજ રોજ દાહોદમાં જે ૩૮ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે તેમાં દાહોદ શહેરના કુલ – ૨૪ લોકો કોરોના સંક્રમિત થયા છે, જ્યારે ઝાલોદ તાલુકાના – ૦૭, ગરબાડા તાલુકામાં – ૦૧, દેવગઢ બારીયા તાલુકામાં – ૦૬ વ્યક્તિ કોરોના સંક્રમિત થયેલ જાહેર થયા છે.
THIS NEWS IS POWERED BY –– PHONE WALE
આજ રોજ દાહોદ શહેર અને જિલ્લામાં ફરી કોરોનાએ પોતાનું અજગર રૂપી મોઢું ખોલી હાહાકાર મચાવતા ૩૮ વ્યક્તિઓ કોરોનાની ચપેટમાં લઈ લીધા છે જેઓના નામ : (૧) કાઇદભાઈ ફકરુદ્દીનભાઈ નગદી, ૫૫ વર્ષ, સુજાઈ બાગ, દાહોદ, (૨) ડો. રમેશભાઈ પહડિયા, ૫૪ વર્ષ, ગોવિંદ નગર, દાહોદ, (૩) હંસાબેન જેન્તીલાલ લાલપુરવાલા, ૬૩ વર્ષ, ઇન્દોર રોડ, દાહોદ, (૪) રિમ્પલબેન જેન્તીલાલ લાલપુરવાલા, ૩૯ વર્ષ, ઇન્દોર રોડ, દાહોદ, (૫) ઇશ્વર મોહનલાલ કેવલાણી, ૬૦ વર્ષ, ગોદી રોડ દાહોદ, (૬) મહેશકુમાર ઇશ્વરકુમાર કેવલાણી, ૪૨ વર્ષ, ગોદી રોડ દાહોદ, (૭) જેન્તીલાલ ઓચ્છવલાલ લાલપુરવાલા, ૬૭ વર્ષ, ઇન્દોર રોડ, દાહોદ, (૮) અર્પિત કિશોરભાઈ પ્રજાપતિ, ૨૮ વર્ષ, બહારપુરા, દાહોદ, (૯) સારાબેન હસનજી ભાભરાવાલા, ૬૫ વર્ષ, સૈફી મહોલ્લા, દાહોદ, (૧૦) કિરણબેન તેજુમલ પ્રીતમાણી, ૫૦ વર્ષ, ગોદી રોડ, દાહોદ, (૧૧) તસ્લિમબેન જૂજરભાઈ રાયલીવાલા, ૪૨ વર્ષ, ઠક્કર ફળીયા, દાહોદ, (૧૨) ઉંમુલબનીન મુરતુઝા ભાભરાવાલા, ૩૧ વર્ષ, ઠક્કર ફળીયા, દાહોદ, (૧૩) મેહુલભાઈ બાબુભાઇ મિશ્રા, ૪૫ વર્ષ, ગોવિંદ નગર, દાહોદ, (૧૪) મનોજબેન દીપકભાઈ દોશી, ૫૧ વર્ષ, ગોદી રોડ, દાહોદ, (૧૫) રશીદાબેન સાદિકભાઈ લીમખેડાવાલા, ૬૮ વર્ષ, સૈફી મહોલ્લા, દાહોદ, (૧૬) રશેષ હસમુખલાલા શાહ, ૪૬ વર્ષ, દેસાઈવાડ, દાહોદ, (૧૭) પ્રવીણભાઈ હરિલાલ શાહ, ૭૦ વર્ષ, ગુજરાતીવાડ, દાહોદ, (૧૮) પિનાલી રશેષ શાહ, ૪૦ વર્ષ, દેસાઈવાડ, દાહોદ, (૧૯) ચિંતન મનસુખલાલ ડાભી, ૪૫ વર્ષ, પંકજ સોસાયટી, દાહોદ, (૨૦) લીનાબેન મનસુખલાલ ડાભી, ૭૦ વર્ષ, પંકજ સોસાયટી, દાહોદ, (૨૧) નિલેષભાઈ ભેરુલાલ મહેતા, ૪૪ વર્ષ, નવકાર નગર, દાહોદ, (૨૨) આશિષકુમાર હીમતલાલ ડાભી, ૪૬ વર્ષ, ગોદી રોડ, દાહોદ, (૨૩) ડો. રમેશચંદ્ર કાલિદાસ શેઠ, ૭૦ વર્ષ, રામનગર, દાહોદ, (૨૪) ઇન્દ્રવદન ઓચ્છવલાલ શાહ, ૯૨ વર્ષ, હનુમાન બજાર, દાહોદ, (૨૫) કાનાભાઈ રૂપાભાઈ મોરી, ૬૦ વર્ષ, લીમડી, તા. ઝાલોદ, જી. દાહોદ, (૨૬) આયુષી નાનુભાઈ ગરાસિયા, ૧૧ વર્ષ, સાંપોઇ, તા.ઝાલોદ, જી.દાહોદ, (૨૭) નાનુભાઈ દીતાભાઈ ગરાસિયા, ૩૫ વર્ષ, સાંપોઇ, તા.ઝાલોદ, જી. દાહોદ, (૨૮) પિન્ટુભાઈ સડીયાભાઈ પ્રજાપતિ, ૨૧ વર્ષ, નવી વસાહત, સાંપોઇ, તા.ઝાલોદ, જી.દાહોદ, (૨૯) શ્લોકકુમાર સુનિલભાઈ લખારા, ૧૨ વર્ષ, ઝાલોદ, જી. દાહોદ, (૩૦) ડો.ચિરાગ ગોવિંદભાઇ લબાના, ૩૦ વર્ષ, કારઠ, તા. ઝાલોદ, જી. દાહોદ, (૩૧) ભૂલીબેન ગોવિંદભાઇ લબાના, ૬૦ વર્ષ, કારઠ, તા. ઝાલોદ, જી. દાહોદ, (૩૨) બાબુભાઇ દળસુખ બારીયા, ૫૫ વર્ષ, સ્ટેશન ફળિયું, અંધારી, તા. દેવ. બારીયા, જી. દાહોદ, (૩૩) સાકરીબેન બાબુભાઇ બારીયા, ૫૦ વર્ષ, સ્ટેશન ફળિયું, અંધારી, તા. દેવ. બારીયા, જી. દાહોદ, (૩૪) મીનાબેન ભરતભાઇ બારીયા, ૩૫ વર્ષ, સ્ટેશન ફળિયું, અંધારી, તા. દેવ. બારીયા, જી. દાહોદ, (૩૫) જીતેન્દ્રકુમાર ભરતભાઇ બારીયા, ૧૦ વર્ષ, સ્ટેશન ફળિયું, અંધારી, તા. દેવ. બારીયા, જી. દાહોદ, (૩૬) કમલેશભાઈ બાબુભાઇ બારીયા, ૨૩ વર્ષ, સ્ટેશન ફળિયું, અંધારી, તા. દેવ. બારીયા, જી. દાહોદ, (૩૭) કનુભાઈ કે. કટારા, ૪૮ વર્ષ, ધાનપુર રોડ, તા. દેવ. બારીયા, જી. દાહોદ, અને (૩૮) અક્ષયભાઇ રાજુભાઇ માવી, ૨૩ વર્ષ, નઢેલાવ, તા. ગરબાડા, જી. દાહોદનાઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. આ પોઝીટીવ આવેલા વ્યક્તિઓ કોના કોના સંપર્કમાં આવ્યા છે અને તેમની ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસ આરોગ્ય વિભાગ તેમજ વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે અને તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને ક્વોરન્ટાઇન કરવાનું આરોગ્ય વિભાગ તેમજ વહીવટી તંત્ર શરૂ કરી દેવામાં આવ્યું છે તેમજ જે તે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી તે વિસ્તારોમાં સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ તાલુકામાં ૨૪, ઝાલોદ તાલુકામાં ૦૭, દેવગઢ બારીયા તાલુકામાં ૦૬ અને ગરબાડા તાલુકામાં ૦૧ વ્યક્તિ મળીને કુલ ૩૮ વ્યક્તિઓને પોઝીટીવ આવતા કુલ કોરોના પોઝીટીવની સંખ્યા ૪૮૯ થઈ છે. સરકારી ગાઈડ લાઇન પ્રમાણે આજ રોજ કુલ ૦૮ દર્દીઓ સાજા થતા કુલ ૧૭૮ લોકો સાજા થઈ ઘરે પરત ગયેલ છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા ૨૮૪ થઈ ગઈ છે. અને જિલ્લામાં મૃત્યુનો કુલ આંકડો ૦૫ અને અન્ય બીમારીને કારણે મૃત્યુ થયું હોય તેવા ૨૨ લોકો મળી કુલ મૃત્યુ આંક ૨૭ ઉપર પહોંચી ગયો છે.