Thursday, October 31, 2024
Google search engine
HomeSanjeli - સંજેલીદાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના થાળા સંજેલી સરપંચના પતિની સંજેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ...

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના થાળા સંજેલી સરપંચના પતિની સંજેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે થઈ વરણી

નવા પ્રમુખની વરણી થતાં જ સંજેલી કોંગ્રેસ સમિતિ અને વિરોધ પક્ષના નેતાના રાજીનામાના એંધાણો.
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં ત્રણ વર્ષથી કુંભકર્ણની ઉંઘમાં સુતેલી કોંગ્રેસ પ્રદેશ સમિતિ કાર્યકરોમાં ભારે વિરોધ વંટોળ થયા બાદ આખરે સફાળી જાગી થાળા (સં.) ગામના સરપંચના પતિ ભુરસિંગભાઇ તાવિયાડની સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખની વરણી કરતાં કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો
વિધાનસભાની ચૂંટણી દરમિયાન સંજેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કોંગ્રેસથી નારાજ થઇ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.જે બાદ આજ દિન સુધી કાર્યકારી પ્રમુખ તરીકે સુકાન સંભાળી હતી. આમ તો સંજેલી તાલુકો દાહોદ જિલ્લામાં કોંગ્રેસનો ગઢ મનાતા તાલુકો છે. તેમ છતાં જાણે કોંગ્રેસ નેતાઓને સંજેલી તાલુકા પ્રત્યે કોઈ રસ ન હોય તેમ ચૂંટણી આવે ત્યારે જ કાર્યકર્તાઓ મીટિંગમાં બોલાવવામાં આવે છે. આમ છેલ્લા ત્રણ વર્ષથી આ ચાલતી રાજ રમતને લઇ ને લઈ મોટાભાગના કાર્યકર્તા ઓ નિષ્ક્રીય થઈ ગયા હતા. જ્યારે કેટલાક કાર્યકર્તાઓ ભાજપ નો ખેસ ધારણ કરી દીધો હતો. અવારનવાર પ્રદેશ પ્રમુખને આ બાબતની રજૂઆત કરવા છતાં પણ માત્ર છેલ્લા એક વર્ષથી સંજેલી તાલુકામાં નવા પ્રમુખ માટે નિરીક્ષકો દ્વારા ફાઇલો મંગાવવામાં આવી હતી. જે બાદ પણ વરણી ન થતાં નારાજ કાર્યકરોએ સોશિયલ મીડિયાનો માર્ગ અપનાવી ભારે વિરોધ વંટોળ અને સામૂહિક રાજીનામાના ચીમકી ઉચ્ચાર્યા બાદ કોંગ્રેસ પ્રદેશ સમિતિ સફાળી જાગી અને સંગઠન તૂટે તે પહેલાં નવા પ્રમુખની વરણી કરવામાં આવતા કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છવાયો. ત્યારે નવા નિમાયેલા પ્રમુખ ટૂંક સમયમાં જ આવનારી તાલુકા જિલ્લાની ચૂંટણીમાં શું રંગ લાવશે તેની પણ ચર્ચા નો દોર શરૂ થઇ ગયો હતો.
Version > > સંજેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ > > થાળા સંજેલી > > ભુરસિંગભાઈ તાવીયાડ > > નવા નિમાયેલા પ્રમુખ છેલ્લા દસ વર્ષથી થાળા (સં.) ના સરપંચ રહી ચૂક્યાછે. અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરી હતી જેમાં માત્ર ૨૬ મતથી હાર્યા હતા. તેમજ હાલ તેમના ધર્મપત્ની સરપંચ તરીકેનો હોદ્દો ધરાવે છે. છેલ્લા બે વર્ષથી કોંગ્રેસમાં સક્રિય કામગીરી નિભાવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા સંજેલી તાલુકા પ્રમુખ તરીકે સત્તાના સુકાન મને સોંપી છે.
Version > > કાર્યકારી પ્રમુખ > > રામસિંગભાઈ ચરપોટ > > >  નવા પ્રમુખની નિમણૂક થતાં જ ઓર્ડરને માન આપીને આવતી કાલે સમિતિ બરખાસ્ત કરી દઈશું. સાથે સાથે રાજીનામાં પણ મોકલી આપીશું. cતેમજ સભ્યો સાથે ચર્ચા વિચારણા કરી આગળની રણનીતિ નક્કી કરીશું.
Version > > વિરોધ પક્ષના નેતા > > રણછોડભાઈ પલાશ > > નવા પ્રમુખની વરણી થતાં જ કારોબારી સહિતની સમિતિના હોદ્દેદારો રાજીનામું આપી દઈશું. તેમજ હોદ્દેદારો ની મીટીંગ મળ્યા બાદ આવતી કાલે વિરોધ પક્ષ તરીકે શું કરવું તેની ચર્ચા વિચારણા કરીશું.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments