Friday, November 22, 2024
Google search engine
HomeGarbada - ગરબાડાદાહોદ જિલ્લાના ગરબાડા નગરમાં એક જ ઘરના 4 સહિત કુલ 5 વ્યક્તિઓ...

દાહોદ જિલ્લાના ગરબાડા નગરમાં એક જ ઘરના 4 સહિત કુલ 5 વ્યક્તિઓ કોરોના પોઝીટીવ જાહેર થયા

લોકડાઉનથી લઈને અનલોક-૨ સુધી ગરબાડા નગરમાં એક પણ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો ન હતો પરંતુ આજે તા.૦૭/૦૮/૨૦૨૦ ને શુક્રવારના રોજ ગરબાડા નગરમાં એકજ ઘરના ચાર લોકોને તથા અન્ય એક ૬૬ વર્ષીય વ્યક્તિ સહીત કુલ ૦૫ લોકોને કોરોના પોઝીટીવ આવતા ગરબાડા નગરમાં ફફડાટ સાથે હડકંપ મચી જવા પામેલ છે.
આજ રોજ ગરબાડા (નવાફળીયા) CHC (સામુહિક આરોગ્ય કેન્દ્ર) ખાતે ૪૫ લોકોના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી ગરબાડા નગરના બસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક જ ઘરના ૦૪ લોકોને કોરોના પોઝીટીવ આવ્યા હતા, જ્યારે ગરબાડા નગરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા અન્ય એક ૬૬ વર્ષીય વ્યક્તિનો રિપોર્ટ પણ રેપિડ ટેસ્ટમાં પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગના કર્મચારીઓ ગરબાડા નગરમાં સત્વરે આવી પહોંચ્યા હતા અને પોઝીટીવ આવેલ (૧) ચેતના ચિરાગ પ્રજાપતિ – ઉ.વ.૨૫ વર્ષ, સ્ટેશન રોડ ગરબાડા (૨) ઉર્વશી શંકરલાલ સોલંકી – ઉ.વ.૨૩ વર્ષ, સ્ટેશન રોડ, ગરબાડા (૩) ધર્મેશ શંકરલાલ સોલંકી – ઉ.વ.૨૧ વર્ષ, સ્ટેશન રોડ, ગરબાડા (૪) શંકરલાલ હરીલાલ સોલંકી – ઉ.વ.૪૮ વર્ષ, સ્ટેશન રોડ, ગરબાડા તથા (૫) છગનભાઈ માનસીંગ પ્રજાપતિ – ઉ.વ.૬૬ વર્ષ, કુંભારવાડા ગરબાડાનાઓ પોઝીટીવ આવેલ છે. આ પોઝીટીવ આવેલ ચાર વ્યક્તિઓને આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે ૬૬ વર્ષીય છગનભાઈ માનસીંગ પ્રજાપતિ પહેલેથી જ દાહોદની ઝાયડસ હોસ્પિટલને સારવાર હેઠળ છે.
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તાલુકા બ્લોક હેલ્થ ઓફિસરના માર્ગદર્શન અને સૂચના મુજબ ગરબાડા નગર સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી તથા ગરબાડા ગ્રામ પંચાયત દ્વારા તકેદારીના ભાગરૂપે પોઝીટીવ આવેલ વ્યક્તિઓના વિસ્તારને તાત્કાલીક બંધ કરાવી સમગ્ર ગરબાડા નગરમાં સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તથા ગરબાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) માં પણ આજે સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું.
આ પોઝીટીવ આવેલ વ્યક્તિઓ કોના કોના સંપર્કમાં આવ્યા છે તે અને તેમની ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસ પણ આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે તથા પોઝીટીવ આવેલ વ્યકતીઓના વિસ્તારોને કન્ટેઇનમેન્ટ ઝોન તથા બફર ઝોન જાહેર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આ સાથે ગરબાડા તાલુકાના જેસાવાડામાં પણ આજે ફરી એક ૨૨ વર્ષીય યુવક ચૌહાણ નિખિલ નરેશભાઈને કોરોના પોઝીટીવ આવત્તા તેને પણ તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે અને તે કોના કોના સંપર્કમાં આવ્યા છે તે અને તેમની ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસ પણ આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. અને તેના ફળીયાના વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન તથા બફર ઝોન જાહેર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ગરબાડા તાલુકામાં અત્યાર સુધી કુલ ૨૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે. જેમાંથી હાલમાં ગરબાડા તાલુકાના ૧૭ એક્ટિવ કેસ છે જ્યારે ૧૧ દર્દીઓ સાજા થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments