THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જીલ્લામાં આજે તા.૧૦/૦૮/૨૦૨૦ ને સોમવારના રોજ RTPCR ૦૩ અને રેેેપીડ ટેસ્ટના ૦૯ વ્યક્તિઓના કોરોના પોઝીટીવ થયાની જાહેરાતની સાથે કોરોના કેસોનો સિલસિલો આજે થોડો ઘટ્યો છે. અને આજે
કુલ ૧૨ કેસ પોઝીટીવ જાહેર થતા કુલ આંકડો ૭૬૨ પર પહોંચી ચુક્યો છે. જ્યારે ૧૯ વ્યક્તિઓ સરકારી ગાઈડ લાઈન મુજબ સાજા થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને એક્ટીવ કેસોની સંખ્યા ઘટીને ૨૦૯ થઈ છે. તથા મૃત્યુ દરની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોના સંક્રમણને કારણે કુલ ૦૪ વ્યક્તિઓ અને અન્ય બીમારીને કારણે કુલ ૪૬ વ્યક્તિઓ સાથે કુલ ૫૦ વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આમ, દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદમાં કોરોના સંક્રમણનું પ્રમાણ આજે થોડું ઘટતા લોકોમાં, વહીવટી તંત્રમાં અને આરોગ્ય તંત્રમાં થોડી રાહત અનુભવી હતી.
THIS NEWS IS POWERED BY –– PHONE WALE
આરોગ્ય વિભાગે દ્વારા ગત 24 કલાક પહેલા ભેેગા કરેલ સેમ્પલો પૈકી ૧૨ લોકોના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. જેેેઓના નામ : (૧) ચંદ્રકાંતભાઈ બાબુભાઇ રાઠોડ, ઉ.વ. ૬૫ વર્ષ, રહે. ગારીવાડ, લીમડી, તા. ઝાલોદ, જી. દાહોદ, (૨) જયેશ ગોપાલ અગ્રવાલ, ઉ.વ. ૪૫ વર્ષ, ગોધરા રોડ, દાહોદ, (૩) રાયચંદભાઈ પ્રકાશભાઈ પલાસ, ઉ.વ. ૨૨ વર્ષ, રહે. પલાસ ફળીયા, આંબા, તા.ધાનપુર, જી. દાહોદ તેમજ રેપિડ ટેસ્ટમાં : (૧) હેમાંગી ગૌતમ ઠાકોર, ઉ.વ. ૩૦ વર્ષ, રહે. ટીંડોરી રોડ, દાહોદ, (૨) ગૌતમ મુકુંદ ઠાકોર, ઉ.વ. ૩૪ વર્ષ, રહે. ટીંડોરી રોડ, દાહોદ, (૩) સંદીપ વિનોદ કુવાદે, ઉ.વ. ૩૩ વર્ષ, રહે.પટેલ ફળિયું, પુરબીયાવાડ, દાહોદ, (૪) મુકેશચંદ્ર રમણલાલ લીમડીવાલા, ઉ.વ. ૫૭ વર્ષ, રહે. મધુરમ સોસાયટી, ગોવિંદ નગર, દાહોદ, (૫) નરેશ તુલસીદાસ ચૌહાણ, ઉ.વ. ૪૫ વર્ષ, રહે. જેસાવાડા, તા. ગરબાડા, જી. દાહોદ,(૬) અદનાન ઇકબાલભાઈ ખારોદાવાલા, ઉ.વ. ૩૦ વર્ષ, રહે. ગોદી રોડ, દાહોદ, (૭) વિજય બાબુલાલ પંચાલ, ઉ.વ. ૪૬ વર્ષ, રહે. સહકાર નગર, દાહોદ, (૮) શાંતાબેન હીરાલાલ સોલંકી, ઉ.વ. ૪૮ વર્ષ, રહે. જેસાવાડા, તા. ગરબાડા, જી. દાહોદ, (૯) આકાશભાઈ નરેશભાઈ બગદી, ઉ.વ. ૨૨ વર્ષ, રહે. નીચવાસ ફળિયું, જેસાવાડા, તા. ગરબાડા, જી. દાહોદનાઓના રિપોર્ટ પોઝીટીવ નોંધાયા હતા. જોકે આજ રોજ કોરોના સંક્રમિત થયેલા કેસોમાં દાહોદમાં ૦૭, ઝાલોદમાં ૦૧, ગરબાડામાં ૦૩ અને ધાનપુર તાલુકામાં ૦૧ વ્યક્તિને કોરોના રિપોર્ટ પોઝીટીવ જાહેર થયેલ છે. આમ આજે રેગ્યુલર અને રેપીડ ટેસ્ટ મળી કુલ ૧૨ જેટલાં પોઝીટીવ કેસો જાહેર થયાની સાથે જ આ તમામ વ્યક્તિઓની ટ્રાવેલ હિસ્ટ્રી અને તેઓ કોના કોના સંપર્કમાં આવેલ છે. તેની માહિતી એકત્રિત કરવામાં આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર જોતરાઈ ગઈ હતી. અને જે તે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી તે વિસ્તારને સેનેટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
અત્યાર સુધીમાં દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી અને હોમ ક્વોરાન્ટાઈન કરેલ કુલ ૧૪૪૪૧ લોકોના સેમ્પલ કલેક્ટ કરેલ છે. જે પૈકી કુલ ૧૩૨૩૫ લોકોના રિપોર્ટ નેગેટિવ જાહેર થયેલ છે. જ્યારે આજ રોજ તા.૧૦/૦૮/૨૦૨૦ ને સોમવારના રોજ દાહોદ જિલ્લામાં કુલ ૧૨ વ્યક્તિઓ કોરોના પોઝીટીવ આવતા કુલ કોરોના પોઝીટીવ વ્યક્તિઓની સંખ્યા ૭૬૨ પર પહોંચી ગઈ છે.અને આજ રોજ કુલ ૧૯ વ્યક્તિઓ સરકારી ગાઈડ લાઇન મુજબ સાજા થતા કુલ ૫૦૩ વ્યક્તિઓ તેમના ઘરે પરત ગયેલ છે. જ્યારે કોરોના પોઝીટીવ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૨૦૯ ઉપર પહોંચી છે. અને જિલ્લામાં કોરોના મહામારીથી કુલ ૦૪ વ્યક્તિઓ અને અન્ય બીમારીના કારણે કુલ ૪૬ વ્યક્તિઓના મૃત્યુ થતા કુલ ૫૦ વ્યક્તિઓએ કોરોના મહામારીમાં પોતાના જીવ ગુમાવ્યા છે.