દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં દેશી ઈંગ્લીશ દારૂની હાટડીઓ ચલાવતા બુટલેગરો માથું ઊંચકી રહ્યા છે. અને ગ્રામ્ય વિસ્તારોમાં દેશી ઇંગ્લિશ દારૂનો વેપલો વધતો જઈ રહ્યો છે. જો કે આવનાર સમયમાં લગ્ન સિઝન ચાલુ થવાની તૈયારીમાં છે તેવા સમયે ઈંગ્લીશ દારૂની હેરાફેરી અને દેશી દારૂની બનાવટમાં વધારો થઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે દેશી ઇંગ્લિશ દારૂનુ વેચાણ કાબુ બહાર જાય તે પહેલા સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા દારૂના ધંધા સાથે સંકળાયેલા બુટલેગરોને નાથવાની જરૂરત જણાઈ રહી છે. સ્થાનિક પોલીસ ઊંઘતી રહે અને દાહોદ જિલ્લા L. C. B. પોલીસ દ્વારા દારૂ ઝડપવા માટે આવે ત્યારે સ્થાનિક પોલીસ ઉપર કોઈ પણ ને શંકા જાય તેમાં કોઈ બેમત નથી.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ હદ વિસ્તારમાં આવેલ જવેસી ગામે તા.૨૨/૧૧/૨૦૨૦ ના રોજ સાંજના આઠેક વાગ્યાના અરસામાં દાહોદ જિલ્લા L. C. B. પોલીસ પ્રોહી પેટ્રોલિંગમાં નીકળેલ તે સમય દરમિયાન શકના આધારે જવેસી ગામના તળગામ ફળિયા ખાતે રહેતા સુરેશભાઈ હવસિંગભાઈ ડામોરના રહેણાંક મકાનમાં L. C. B. પોલીસે તલાશી લેતા ઇંગ્લિશ દારૂના અલગ-અલગ બ્રાન્ડના ૧૯૮ નંગ ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી. અને આ મળી આવેલ ઇંગલિશ દારૂ ની કિંમત ₹.૩૦૫૭૦/- અંદાજવામાં આવી છે. L. C. B. પોલીસે મળી આવેલ ઈંગ્લીશ દારૂનો જથ્થો જપ્ત કરી બુટલેગરની વિરુદ્ધમાં કાયદેસરનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. જ્યારે બુટલેગર ફરાર થઈ જવા પામેલ હોવાનું જાણવા મળે છે. આમ સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને દાહોદ L.C.B. પોલીસે ઇંગલિશ દારૂ ઝડપી પાડતા સ્થાનિક પોલીસ માંં સોપો પડી જવા પામેલ છે. જ્યારે બુટલેગરોમાં ચકચાર મચી જવા પામી હોવાનું જાણવા મળે છે.
ફતેપુરા તાલુકામાં દેશી ઈંગ્લીશ દારૂની હાટડીઓ ચલાવતા બુટલેગરના ઘરમાંથી ₹. ૩૦૭૫૦/- દેશી ઈંગ્લીશ દારૂ ઝડપી પાડવામાં દાહોદ LCB પોલીસને મળેલ સફળતા
RELATED ARTICLES