નાયબ પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ ગોધરા રેન્જ DIG એમ.એસ. ભરાડા તથા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોઈસરનાઓએ નાસતા ફરતા આરોપીને પકડી પાડવા ડ્રાઇવનું આયોજન કરેલ હોઇ જે ડ્રાઇવ અનુસંધાને નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે નાયબ પોલીસ અધિક્ષક બી.વી. જાદવ ડિવિઝન તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. ડીંડોર ઝાલોદ સર્કલ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પો. સ્ટે. વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારું ફતેપુરા PSI સી.બી. બરંડા તથા પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં નીકળેલ તે દરમિયાન એક નંબર પ્લેટ વગરની TVS વિક્ટર મોટરસાયકલ જેનો ચેસીસ નંબર MD625MF13G1E38450 તથા એન્જીન નંબર EF1G1038614 ની લઈને આવતા શંકાસ્પદ જણાતા તેમને રોકીને તપાસ કરતાં સદર મોટરસાયકલ મોડાસા પો. સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. 73/2018 ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબના સામે ચોરીમાં ગયેલ હોય જેથી સદરહુ રાકેશભાઈ ભુરસિંગભાઈ જાતે બારીયાનાઓને મોડાસા પો. સ્ટે.માં બે વર્ષ પહેલા ચોરી કરેલ મોટરસાયકલની સાથે પકડી પાડવામાં ફતેપુરા પોલીસને સફળતા મળેલ છે.
HomeFatepura - ફતેપુરાછેલ્લા બે વર્ષથી મોડાસા પોલીસ સ્ટેશનના બાઈક ચોરીના અનડિટેકટ ગુન્હાને પકડી પાડતી...