નવિન RCC રસ્તા અને સ્મશાન ગૃહ માટે ખાતમુર્હત વિધિ કરાતા લોકોમા ખુશી
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામા લોકોની સુખાકારી માટે તાલુકા કક્ષાએ કોમ્યુનીટી હોલ, સ્મશાન ગૃહ, નવિન RCC રોડ માટે ભુમિ પૂજન વીધી હાથ ધરાતા ફતેપુરાની જનતામા ખુશી છવાઇ છે. ફતેપુરામા વર્ષોથી સ્મશાન ગૃહનો અભાવ જોવા મળતા દાહોદ સાસંદ જસવંતસિંહ ભાભોરે સાસંદ નીધી ગ્રાન્ટમાંથી નવિન સ્મશાન ગૃહ માટે 11 લાખ રુપિયા મંજુર કરતા તેમજ આ જ સ્મશાન ગૃહ તરફ જવા માટે 5 લાખના ખર્ચે નવિન બનનાર RCC રોડ માટે ધારાસભ્ય રમેશભાઇ કટારા એ જાહેરાત કરતા તથા આર્ટ્સ કોલેજ ફતેપુરા ખાતે વિદ્યાર્થીઓની સુવિધા માટે અંત્યત આધુનીક 25 લાખના ખર્ચે તૈયાર થનાર કોમ્યુનીટી હોલ માટે આજે તા.૨૭/૧૧/૨૦૨૦ ને શુક્રવારના રોજ આર્ટ્સ કોલેજ ખાતે ભુમિપૂજન ખાતમુર્હત વીધી ધારાસભ્ય રમેશભાઇ કટારા, સ.મોટાકદની મંડળીના ચેરમેન ડૉ અશ્રિવનભાઇ પારગી, પીઢ નેતા ચુનીલાલભાઇ ચરપોટ, પશ્ર્ચિમ રેલ્વેના સભ્ય રીતેષભાઇ પટેલના હસ્તે ખાતમુર્હત વીધી કરવામાં આવ્યું હતું. ₹. 41 લાખના ખર્ચે થનાર કામોની શરુઆત કરાઇ હતી. આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઇ કટારાએ ફતેપુરા સ્મશાન ગૃહ સુવ્યવસિથત બનાવવા અને નવિન RCC રોડ બનાવવા અધિકારીઓને સુચના આપી હતી.
ફતેપુરામા 41 લાખના ખર્ચે બનનાર નવીન સ્મશાન ગૃહ, કોમ્યુનીટી હોલ અને RCC રોડનું કરવામાં આવ્યું ખાતમુર્હત
RELATED ARTICLES