સંજેલી ઝાલોદ મુખ્ય રોડ પર કુંડા ખાતે આવેળ રંગીલી ઘાટીમાં ભરબપોરે બાઇકનો પીછો કરી બે બાઈક સવારે મહિલાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર લઈ ફરાર.
દાહોદ જિલ્લાના સંજેલી ઝાલોદ મુખ્ય રોડ પર કુંડા ખાતે આવેલા રંગલીઘાટીમાં ભરબપોરે વગર નંબરની પ્લેટીના બાઇક પર માસ્ક પહેરી આવેલા બે અજાણ્યા શખ્સે સ્પ્લેન્ડરને સાઇટ મારી બાઈક આડી કરી બાઈક પર સવાર મહિલાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર તોડી ઝાલોદ તરફ ફરાર થઇ જતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોના મહામારીમાં લોકો આવી રીતે લૂંટ કરી માસ્ક પહરેવાનો દુરુપયોગ કરતાં થયા હોવાની લોકોમાં ચર્ચા.
પ્રાપ્ત માહિતી મુજબ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાનાં મુખ્ય મથક સંજેલી થી ઝાલોદ તરફ જતાં મુખ્ય રોડ પર રંગલી ઘાટીમાં કદવાળ ગામની મહિલાનું મંગળસૂત્ર તોડી બાઈક ચાલક ફરાર. દેવ દિવાળીના તહેવારને લઈને નગીનભાઈ કાળુભાઈ મેસન તથા તેમની પત્ની જશોદાબેન પોતાના કબ્જા હેઠળની સ્પ્લેન્ડર બાઈક નં GJ 20 E 9433 લઈ ચમારીયા ખાતે સાસરીમાંથી બપોરના ત્રણ વાગ્યાના અરસામાં પરત કદવાળ તરફ જઈ રહ્યાં હતાં. તે દરમ્યાન કુંડા ખાતે આવેલી રંગલી ઘાટીમાં અજાણ્યા બે ઈસમો માસ્ક પહેરી વગર નંબરની લીલા કલરની પ્લેટિના બાઈકથી સ્પ્લેન્ડરની સાઇટ મારી આડું કરી સુમસાન રસ્તાનો તેમજ માસ્કનો લાભ લઈ નવીનભાઈની પાછળ બેઠેલી પત્ની જશોદાબેનના ગળામાંથી પોણા બે તોલાના સોનાના વજનનો વાળું મંગળસુત્ર ગળામાંથી ખેંચી અજાણ્યા બાઈક ચાલકો ઝાલોદ તરફ રવાના થઈ ગયાં હતાં. આ ઘટનાની જાણ તેમના પરિવારને કરતા પરિવાર ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં અને આસપાસ તપાસ કરતા અજાણ્યા બાઈક ચાલકો મળી ન આવતાં જશોદાબેને સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ધોળા દિવસે સંજેલી ઝાલોદ મુખ્ય માર્ગ પર રંગલી ઘાટીમાં લૂંટની ઘટના બનતા માસ્ક પહેરી આવેલા આ બનાવને પગલે લોકોમાં જાણ થતાં આખાયે તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો હતો.
માસ્ક પહેરી વગર નંબરની બાઈક લઈ આવેલા અજાણ્યા શખ્સો પાસે લીલા કલરની પ્લેટિના તેમજ બન્ને યુવકો ૩૫ થી ૪૦ વર્ષના પેન્ટ શર્ટ પહેરેલા હતા. તેમજ એક યુવકના જમણી આંખમાં સફેદ ફૂલ જેવો ડાધ જોવા મળ્યો હતો. માસ્કને લઈને લૂંટારૂઓના ચહેરા પણ ઓળખવામાં મુશ્કેલ બન્યાં હતાં.