THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદમાં બે હત્યા કરી આજીવન કારાવાસની સજા ભોગવતો દિલીપ દેવળ પેરોલ જમ્પ કરી 2 વર્ષથી હતો ફરાર. ફરાર થયા બાદ મધ્યપ્રદેશના રતલામમાં રહેતો હતો. રતલામમાં દેવદિવાળીના દિવસે એક જ પરિવાર ના ત્રણ લોકોની હત્યા કરી દિલીપ દેવળ તેમજ તેના સાગરિતોએ ચલાવી હતી લૂંટ.
THIS NEWS IS POWERED BY –– PHONEWALE
ટ્રિપલ મર્ડરનો મુખ્ય આરોપી હતો દિલીપ દેવળ. ગત મોડી રાત્રે મધ્યપ્રદેશના રતલામ પોલીસે રતલામની હોમગાર્ડ કોલોની નજીજ દિલીપ દેવળનું કર્યું એન્કાઉન્ટર. રતલામ પોલીસ દિલીપ દેવળને પકડવા જતાં પોલીસ પર તેણે ફાયરિંગ કર્યું હતું જેમાં 5 પોલીસ કર્મીઓ થયા હતા ઘાયલ. પોલીસે સામે ફાયરિંગ કરતાં દિલીપ દેવળની ઘટના સ્થળે જ થઈ મોત.