દાહોદ ઝાયડસ મેડિકલ કોલેજ ઉપર RTPCR ટેસ્ટિંગનું મુહુર્ત દાહોદ જિલ્લા કલેકટર વિજય ખરાડીના હસ્તે કરાયું
દાહોદ જિલ્લામાં કેસો વધુ હોવાથી દાહોદ મેડિકલ કોલેજ અને જિલ્લા વહીવટી દ્વારા દાહોદમાં Covid-19 રિલેટેડ RTPCR ટેસ્ટ માટે રાજ્ય સરકારમાં રજુઆત કરવામાં આવી હતી અને રાજ્ય સરકાર દ્વારા AIMS માં રજુઆત કરવામાં આવી હતી. આ બાબતની માંગણી અને તેની જરૂરી સુવિધાઓ અને સંલગ્ન સ્ટાફની ભારત સરકાર દ્વારા ચકાસણી કરી અને તેના ગ્રેડમાં ફિટ બેસી જતા સરકારે દાહોદ જિલ્લામાં Zydus મેડિકલ કોલેજને RTPCR ટેસ્ટિંગ માટે મંજૂરી આપી હતી અને જેના ભાગ રૂપે દાહોદ જિલ્લા કલેકટર વિજય ખરાડી દ્વારા RTPCR લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં Zydus કોલેજના CEO સંજયકુમાર, જિલ્લા આરોગ્ય અધિકારી આર.ડી. પહાડીયા, ડૉ.પ્રકાશ પટેલ, મોહિત દેસાઈ કોવિડ ઇન્ચાર્જ, વિશાલ પટેલ તેમજ મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આ લેબમાં દાહોદ સહિત, મહીસાગર, પંચમહાલ અને છોટાઉદેપુર આમ ચાર જિલ્લાનું RTPCR ટેસ્ટિંગ જે હાલ વડોદરા થાય છે. તે દાહોદમાં કરવામાં આવશે. દાહોદ જિલ્લા માટે આ ગૌરવની વાત છે કે આ લેબ દાહોદ Zydus સિવિલને મળી છે.