દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં સમગ્ર તાલુકામાં સૌથી વૃદ્ધ મહિલાનું આજેે તા.૦૫/૧૨/૨૦૨૦ ને સોમવારના રોજ નિધન થયું હતું. પ્રજાપતિ સમાજ તેમજ ફતેપુરા ગામમાં જ જન્મેલા કંકુબેન પ્રજાપતિ ના લગ્ન સમાજનાં રીતિ-રિવાજ મુજબ પોતાના જ ગામમાં થયા હતા. ૧૯૧૪માં જન્મેલા કંકુબેન એ જિંદગીમાં ઘણા ચડાવ-ઉતાર જોયા હતા તેઓએ ૧૦૬ વર્ષના આયુષ્ય દરમિયાન અનેક સમસ્યાઓનો સામનો કર્યો હતો. કંકુબેન વાલાભાઈ પ્રજાપતિએ પોતાની ત્રીજી પેઢી સાથે પોતાનો સમય વિતાવ્યો હતો ૧૦૬ વર્ષની ઉંમર દરમિયાન છેલ્લા ૨૦ વર્ષથી ક્યારેય પણ એક પણ દવાની જરૂર પડી નથી તદુપરાંત તેમને જોવાની દ્રષ્ટિ તેમજ મોઢામાં પૂરેપૂરા દાત હતા તથા માથામાં નવેસરથી કાળા વાળ ઊગવાની શરૂઆત થતા આશ્ચર્ય સર્જાયું હતું. અચાનક જ તેમની તબિયત લથડતા આજ રોજ તેેમનું નિધન થયું હતું તેમના નિધનથી પરિવારમાં શોકની લાગણી છવાઈ હતી અને સમગ્ર ગામના લોકોએ તેઓને અંતિમ વિદાઈ આપી હતી
HomeFatepura - ફતેપુરાદાહોદ જિલ્લાના ફતેપુરાના કંકુબેન પ્રજાપતિનું ૧૦૬ વર્ષની જૈફ વયે થયું નિધન, સમગ્ર...