કૃષિ કાયદાના વિરોધમાં ઓલ ઇન્ડિયા બંધના એલાન બાબતે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં મોળો પ્રતિસાદ મળ્યો હતો અને બજારો ચાલુ રહ્યા હતા. પરંતુ ફતેપુરા તાલુકાના સામ્યવાદી પક્ષના કાર્યકરો અને આગેવાનો ભેગા થઇ રેલી કાઢતા ફતેપુરા P.S.I. સી.બી.બરંડા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા તેઓને ડિટેઈન કરી અને વાંગડના બૂટેલા આશ્રમ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને સમયે પૂરો થતાં તેઓને છોડી મુકવામાં આવેલ હતા.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં ભારત બંધનાં એલાનને મળ્યો મોળો પ્રતિસાદ
RELATED ARTICLES