સંજેલી તાલુકા બન્યાને આઠ વર્ષ જેટલો સમય થઈ ગયો છતા પણ તાલુકા શિક્ષણાધિકારી વગર ચાલતો વહીવટ.
જિલ્લા તેમજ તાલુકામાં શિક્ષણાધિકારી વગર ચાલતો વહીવટની જગ્યા ભરવા માંગ.
દાહોદ જીલ્લામાં હાલમાં થયેલા વધઘટ બદલી કેમ્પમાં મોટા ભાગના શિક્ષકોને તાલુકા બહાર બદલી થતાં શિક્ષકોને મુશ્કેલીઓ ઉભી થવા પામી છે. મુશ્કેલીઓનું સમાધાન કરવા માટે વિકલ્પ કેમ્પ રાખવા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષણમંત્રી ને રજુઆત કરવામાં આવી.
દાહોદ જિલ્લામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોની વધ ઘટ બદલી કેમ્પ રાખવામાં આવ્યો હતો. મોટા ભાગની મુશ્કેલીઓ ઉભી થતાની સાથે જ શિક્ષકોની રજૂઆતને ધ્યાને લઈ મેદાને ઉતર્યું છે જેમાં ચાર મુદ્દાની માંગને લઇને વિકલ્પ કેમ્પ રાખવા મંત્રી બચુભાઈ ખાબડ, ધારાસભ્ય રમેશભાઇ કટારા, દાહોદ જિલ્લા સંઘના પ્રમુખ સુરતાનભાઇ કટારા, મહામંત્રી હસમુખભાઈ પંચાલ, સંજેલી અને સીંગવડ સંઘના પ્રમુખ તથા મહામંત્રી દ્વારા ગાંધીનગર પહોંચી શિક્ષણમંત્રીને રૂબરૂ મુલાકાત લઈ વિકલ્પ કેમ્પ રાખવા માટે રજુઆત કરી હતી. વર્ષ ૨૦૧૯ ૨૦૨૦ માં ધોરણ ૧ થી ૫ પ્રાથમિક વિભાગમાંથી ધોરણ ૬ થી ૮ ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાંથી વિકલ્પ કેમ્પ લેવા માંગતા શિક્ષક ભાઈ બહેનોને વિકલ્પ કેમ્પ માટે મંજૂરી આપવા બાબત.ધોરણ ૬ થી ૮ના વિકલ્પ કેમ્પ યોજાઇ ગયા બાદ ધોરણ ૧ થી પ માં ખાલી પડતી જગ્યાઓમાં વધઘટ બદલી અન્ય તાલુકામાં તાલુકાઓમાં ગયેલા શિક્ષકોને મૂળ તાલુકા પરત લાવવાનો કેમ્પ યોજવા બાબત. વધઘટ બદલી કેમ્પમાં દંપતિ કેસમાં ભેગા કરેલા શિક્ષક પતિ પત્ની છૂટાં ના પડે, વિધવા, ત્યકતા, વિકલાંગ, ગંભીર પ્રકાર ની બીમારીવાળા અને વયનિવૃત્તિમા જેમને ૧ વર્ષ બાકી હોય તેવા શિક્ષકોને તેમના મૂળ તાલુકામાં પરત લાવવા અગ્રીમતા આપવા બાબત. જિલ્લામાં ખાલી પડેલી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કાયમી જગ્યા ભરવા સહિતની માંગને લઈને સંઘ દ્વારા રૂબરૂ ગાંધીનગર પહોંચી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.