દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસરનાઓની સૂચના અનુસાર તથા નાયબ પોલીસ અધિક્ષક ઝાલોદ બી.વી. જાધવ તથા સર્કલ P. I. કે.વી. ડીંડોરનાઓએ દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્તા નાબૂદ કરવાની સૂચના અને માર્ગદર્શનના આધારે ગત તા.૧૯/૧૨/૨૦૨૦ ને શનિવારના રોજ ફતેપુરા પો.સ્ટે.ના P. S. I. સી.બી બરંડા તથા વિનુજી મેરુજી અ. હે. કો. બ.નં. ૧૦૬૫, મુકેશકુમાર ઉદેસિંહ અ. હે. કો. બ.નં. ૧૦૭૧, દિલીપકુમાર ચંદ્રસિંહ આ.પો.કો. બ.નં. ૨૭૬, કલ્પેશકુમાર ડાયાભાઈ અ.પો.કો. બ.નં. ૧૨૩૦ તથા મુકેશકુમાર નરવતભાઈ અ.પો.કો. બ.નં. ૧૨૩૧ એ રીતના પોલીસ સ્ટાફના માણસો સાથે ફતેપુરા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તેવામાં ફતેપુરા P. S. I. સી.બી. બરંડાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે આ કામનો આરોપી (૧) પ્રદીપભાઈ મલસિંહ જાતે ગરાસિયા, રહે. સલોપાટ, તા. ગાંગડતળાઈ, જિ. બાંસવાડા (રાજસ્થાન), આરોપી (૨) અનિલભાઈ વાલસિંગભાઈ જાતે ગરાસિયા, રહે. સલોપાટ, તા. ગાંગડતળાઈ, જિ. બાંસવાડા (રાજસ્થાન), નાઓએ પ્રોહી પ્રતિબંધક એરિયામાં વગર પાસ પરમીટે પોતાના કબ્જા ભોગવટા ની સફેદ કલરની ટાવેરા ગાડી નં. GJ-06 CB-9945 ની માં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ માઉન્ટ્સ 6000 સુપર સ્ટ્રોંગ ટીન બિયર 500 મિ.લી. ના ટીન બિયર પેટી નંગ – ૮ ટીન બિયર નંગ – ૧૯૨ ની કિંમત ₹.૨૨૦૮૦/- તથા રોયલ સિલેક્ટ ડિલક્ષ વ્હિસ્કીના 180 મિ.લી. ની પેટી નંગ – ૨ ના ક્વાટર નંગ – ૯૬ ની કિંમત ₹. ૯૬૦૦/- તથા ઓફિસર ચોઇસ પ્રેસ્ટિંગ વ્હિસ્કી 180 મિ.લી. પેટી નંગ – ૧ ના કવાટર નંગ – ૪૮ ની કિંમત ₹. ૮૧૬૦/- તથા પ્રિન્સ દેશી મદિરા 180 મિ.લી. ની પેટી નંગ – 3 ના ક્વાટર નંગ – ૧૪૪ ની કિંમત ₹. ૭૨૦૦/- નો આરોપી (૩) ચંદુભાઈ પુનકાભાઈ જાતે. સંગાડા, રહે. હાંડી ફાંટા ચાર રસ્તા, તા. સલોપાટ, જિ. બાંસવાડા (રાજસ્થાન) નાઓ પાસેથી ભરી લાવી અને આરોપી (૪) અલ્કેશભાઈ કલસિંગભાઈ જાતે. ગરાસિયા, રહે. સલોપાટ, તા. ગાંગડતળાઈ, જિ. બાંસવાડા (રાજસ્થાન) નાઓને પાઈલોટિંગ કરી આપી પ્રોહી મુદ્દામાલ ની કિંમત ₹.૪૭૦૭૦ તથા ટાવેરા ગાડીની કિંમત ₹.૨,૦૦,૦૦૦/- તથા મોબાઇલની કિંમત ₹ ૨૫૦૦/- મળી કુલ કિંમત ₹. ૨,૪૯,૫૪૦/- નો બિન અધિકૃત પ્રોહી મુદ્દામાલના જથ્થો એકબીજાના મેળાપણા થી હેરાફેરી કરી આરોપી નં. ૧ અને ૨ નાઓ પકડાઈ જઈ ગુન્હો કર્યો હોઈ ફતેપુરા પોલીસને ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
દાહોદ જિલ્લાના ફતેપુરા પોલીસને ₹.૪૭૦૭૦/- તથા ટાવેરા ગાડીની કિંમત ₹.૨,૦૦,૦૦૦/- તથા મોબાઇલની કિંમત ₹.૨૫૦૦/- મળી કુલ કિંમત ₹. ૨,૪૯,૫૪૦/- નો બિન અધિકૃત પ્રોહી મુદ્દામાલ ઝડપી પાડવામાં મળે સફળતા
RELATED ARTICLES