દાહોદ જિલ્લા શૈક્ષિક મહાસંઘની બેઠક સંજેલી માધ્યમિક શાળા યોજાઈ હતી. જેમાં જિલ્લાનું લવાજમ અને હિસાબો તથા સંગઠન દ્વારા વર્ષ દરમ્યાન કરવામાં આવેલ વિવિધ સેવાકીય પ્રવુતિની નોંધ કરવામાં આવી હતી. ત્યાર બાદ રામમંદિરના નિર્માણ નિધિ સંગ્રહ અભિયાનની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. શૈક્ષિક સંઘ દ્વારા રક્તદાન કેમ્પ, દત્તક દીકરી અભિયાન, કોરોનાના સમય દરમ્યાન રાશન કીટ જેવી સામાજિક પ્રવૃતિઓ કરવામાં આવી હતી તથા આગામી સમયમાં વિવિધ સામાજિક પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં જિલ્લા મંત્રી નિતેશભાઈ, રાજ્ય ઓડિટર, જિલ્લા સંઘના હોદ્દેદારો, તાલુકા ટીમના અપેક્ષિત હાજર રહ્યા હતા.
HomeLimkheda - લીમખેડાદાહોદ જિલ્લા શૈક્ષિક મહાસંઘની જિલ્લા કારોબારી સંજેલી ઉચ્ચતર કન્યા માધ્યમિક શાળામાં યોજાઈ...