VIPUL JOSHI –– GARBADA
ગ્રેડ પે ના મુદ્દે ચાલી રહેલી લડતની માઠી અસર પ્રજા પર,
દાહોદ જીલ્લા પંચાયત હસ્તકનાં આરોગ્ય વિભાગમા ફરજ બજાવતા MPHW, FMHW, ફાર્મસી, લેબ ટેકનીસિયન, સ્ટાફ નર્સ, મેલ ફિમેલ સુપર વાઇઝર વગેરે 1445 કર્મચારીઓ તા.12-01-2021 થી ગુજરાત રાજય મહાસંઘ, ગાંધીનગરનાં આદેશ અન્વયે હડતાલ પર ગયેલાં છે. તા.27-02-2019 અને તા.25-12-2019 દરમિયાન રાજ્યવ્યાપી આંદોલન અંગેના જડબેસલાક લડત આપવામા આવતાં નામદાર સરકારશ્રીએ પડતર પ્રશ્નોનું તબક્કાવાર નીરાકરણ લાવવા લેખિત ખાતરી આપી હતી પરંતું તે પ્રશ્નોનું આજ દિન સુધી કોઇ પણ પ્રકારનું નિરાકરણ ન લાવી ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘ સાથે છેતરપીંડી તેમજ વિશ્વાસઘાત કરેલ છે. પરિણામે 33 જિલ્લાના રાજયનાં કર્મચારીઆલમમાં સવયંભૂ આક્રોશ ભભૂકી ઉઠેલ છે.
ગુજરાત રાજય આરોગ્ય મહાસંઘ ની તા.27-12-2020 ના રોજ દેવ ભૂમિ દ્વારકા ખાતે થયેલ 33 જિલ્લાની કારોબારી સભામાં ચર્ચા વિચારણામા સર્વસંમતિથી લેવાયેલ નિર્ણય અનુસાર સરકારશ્રીને ફરીથી આંદોલનનાં કાર્યક્રમ આપી આરપારની લડત આપી ઠરાવવામાં આવતાં, જયાં સુધી તમામ પડતર પ્રશ્નોનો સુખદ ઉકેલ ન આવે ત્યાં સુધી ગુજરાત રાજય આરોગ્ય મહાસંઘ ગાંધીનગરનાં આદેશ અનુસાર દાહોદનાં આરોગ્ય કર્મચારીઓ પણ અચોક્કસ મુદતની હડતાલમા જોડાઇ રહેશે.