Thursday, December 26, 2024
Google search engine
HomeFatepura - ફતેપુરાદાહોદ જિલ્લાના ફતેપુરામાં અલગ અલગ જગ્યાએ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો

દાહોદ જિલ્લાના ફતેપુરામાં અલગ અલગ જગ્યાએ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો

THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગર માં ગત રોજ તા.૨૬/૦૧/૨૦૨૧ ને મંગળવારના રોજ દેશના ૭૨ માં પ્રજાસત્તાક દિનની ઠેર ઠેર ઉજવણી તથા ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં આઈ.કે. દેસાઇ હાઈસ્કુલ, કોમલ વિદ્યાલય, કુમાર શાળા, સહકારી મંડળી, ગ્રામ પંચાયત વગેરે જગ્યાઓ પર ૭૨ માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો.

જેમાં પોલીસ સ્ટેશનમાં સરપંચ કચરાભાઈ પ્રજાપતિના હસ્તે, આઈ.કે. દેસાઈ હાઈસ્કૂલમાં બાર એસોસિએશન પ્રમુખ શરદભાઇ ઉપાધ્યાયના હસ્તે, સહકારી મંડળીમા ચેરમેન અશ્વિનભાઇ પારગીના હસ્તે, ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ મનોજભાઈના હસ્તે, મામલતદાર કચેરીએ મામલતદાર પી.એન પરમારના હસ્તે, ન્યાય મંદિર ખાતે પ્રિન્સિપાલ સિવિલ જજ એ .એ.દવે સાહેબના હસ્તે તથા તાલુકા કુમાર શાળામાં પત્રકાર શબ્બીર સુનેલભાઈવાલાના વરદ્દ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આમ ફતેપુરા નગરમાં ૭૨ માં પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ગ્રામજનો આગેવાનો અને વહીવટી તંત્રના સહયોગથી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments